સુરત કલેક્ટરનો ઓડિયો સંદેશ : 4 વાગ્યે ઉકાઇ ડેમમાંથી પાણી છોડાશે, ડરશો નહીં, અફવા ન ફેલાવવી

કલેક્ટર પોતાના ઓડિયો સંદેશમાં કોઈ પણ મુશ્કેલીના સમયમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સૂચના આપી છે, જેનો નંબર 1077 છે.

News18 Gujarati
Updated: August 9, 2019, 3:15 PM IST
સુરત કલેક્ટરનો ઓડિયો સંદેશ : 4 વાગ્યે ઉકાઇ ડેમમાંથી પાણી છોડાશે, ડરશો નહીં, અફવા ન ફેલાવવી
ઉકાઈ ડેમ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: August 9, 2019, 3:15 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે એક ઓડિયો મેસેજ જાહેર કરીને ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરી છે. સાથે સાથે કલેક્ટરે એવું પણ કહ્યું છે કે પાણી છોડવાથી સુરત શહેરને કોઈ ખતરો નથી. આથી કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં.

ઓડિયો સંદેશમાં શું કહેવામાં આવ્યું?

સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે ઓડિયો સંદેશ આપતા કહ્યું છે કે, "આજે તા. 9 ઓગસ્ટ, 2019ના રોજ બપોરે 2 કલાકે ઉકાઇ ડેમની સપાટી 327.39 ફૂટ છે. ડેમનું રુલ લેવલ 335 ફૂટ છે. હાલ ડેમમાં 6.69 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ રૂલ લેવલથી આઠ ફૂટ જેટલો ખાલી છે. સાંજે ચાર કલાકે ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે."

આ પણ વાંચો : 135 મીટરની ઊંચાઈ પર સરદાર પટેલની છાતીમાંથી જુઓ નર્મદા ડેમનો નજારો

ડરવાની જરૂરી નથી, અફવાથી બચો

કલેક્ટરે ઓડિયો સંદેશમાં આગળ જણાવ્યું છે કે, "ભવિષ્યમાં 75થી વધીને 1.5 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી શકે છે. પાણી છોડવાને કારણે સુરત શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ ગંભીર અસર નહીં થાય. લોકોને ખોટી અફવાઓ ન ફેલાવવાની વિનંતી કરવામાં આવે છે. લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપવામાં આવે છે. જરૂરી પડશે ત્યારે ફરીથી ઓડિયો મેસેજ મોકલીને લોકોને માહિતી આપતો રહીશ."
આ પણ વાંચો : નર્મદા ડેમ ખાતે 1,200 મેગાવોટ વીજ ઉત્પાદન શરૂ કરાયું

કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો

કલેક્ટર પોતાના ઓડિયો સંદેશમાં કોઈ પણ મુશ્કેલીના સમયમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સૂચના આપી છે, જેનો નંબર 1077 છે. કલેક્ટરના કહેવા પ્રમાણે 24 કલાક કંટ્રોલ રૂમ ચલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ભારે વરસાદનાં કારણે રાજ્યમાં 154 રસ્તાઓ બંધ; NDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...