ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે, 10 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો

બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા નદીના સામે પાર આવેલા ઉન, કોસડી, ગોડાવાડી, ખંજરોલી તેમજ પુના સહિતના 10 જેટલા ગામોનો બારડોલીથી સીધો સંપર્ક તૂટવા પામ્યો છે.

News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે, 10 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો
ઉકાઇ ડેમની તસવીર
News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
કેતન પટેલ, બારડોલીઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે ડેમના 13 જેટલા દરવાજા ખોલી તાપી નદીમાં (tapi river)પાણી છોડાતા તાપી નદી પ્રભાવિત થઈ છે.

બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા નદીના સામે પાર આવેલા ઉન, કોસડી, ગોડાવાડી, ખંજરોલી તેમજ પુના સહિતના 10 જેટલા ગામોનો બારડોલીથી સીધો સંપર્ક તૂટવા પામ્યો છે. આ ચોમાસાની સિઝન ની વાત કરીએ તો હરિપુરા લો લેવલ કોઝવે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. અને હાલ તો કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

ઉકાઈ ડેમમાંથી 1.43 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી હાલ તાપી નદીમાં છોડાય રહ્યું છે ત્યારે તાપી નદી જાણે ગાંડી તુર થઈ છે અને તાપી નદીના કિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાઉ થતા જ સામે પાર આવેલા 10 જેટલા ગામોના લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે પણ 30 થી 35 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...