Home /News /south-gujarat /

અમદાવાદ : જેને જમીનની ચોકીદારી સોંપી એ જ બન્યો 'ચોર,' મુરાદની 'મેલી મુરાદ' માલિકને ભારે પડી!

અમદાવાદ : જેને જમીનની ચોકીદારી સોંપી એ જ બન્યો 'ચોર,' મુરાદની 'મેલી મુરાદ' માલિકને ભારે પડી!

વેજલપુર પોલીસે વેપારીની ફરિયાદ નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

વેજલપુરનો કિસ્સો, માલિકની જમીન સાચવવા પગી રાખવલો ભારે પડ્યો, ત્રણ શખ્સોના કારનામાં જાણીને

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) વધુ એક લેન્ડ ગ્રેબિંગની (Land Grabbing) ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કેસમાં આરોપી કોઈ કુખ્યાત ગુનેગાર નહીં માત્ર એક ચોકીદાર (Watchman) છે. જુહાપુરાના વેપારીએ પોતાના જુના પગીને જમીનનું ધ્યાન રાખવા આપતા પગીએ જમીન પર કબ્જો જમાવી લેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

વેજલપુર પોલીસે મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાના જ માલીકની જમીન પર કબ્જો જમાવી લેતા પોલીસના હવાલે થયા છે. જુહાપુરામાં રહેતા અને પીરાણામાં કમલ પ્રોસેસ ટેક્સટાઈલનાં નામે કાપડનુ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતા આમીર સુરતીએ નામના વેપારીએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી 18+ વયજૂથ માટે Vaccine આપવાની શરૂઆત, કેન્દ્રો પર ઉમટી ભીડ

આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યાનો મામલો, BJPના કોર્પોરેટરો સહિત 19 લોકોનો ફરિયાદમાં ઉલ્લેખ, પોલીસ ઉકેલશે 'ભેદ'

જેમાં વેપારીની માલિકીની ફતેવાડી ગ્યાસપુરની  જમીન તેઓએ પોતાના પગી મુરાદ ખાનને ધ્યાન રાખવા માટે આપી હતી. જે જમીન નવેમ્બર 2020 માં તેઓએ ખાલી કરવાનું કહેતા મુરાદ ખાન પઠાણે કાવતરું રચીને પરિવાર સાથે મળી જમીન ખાલી ન કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

વેપારીએ પોતાની મલિકીની જમીન પર સીસીટીવી લગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ભેગા મળીને જગ્યા પર પ્રવેશ આપ્યો ન હતો. તેમજ ચોકીદાર મુરાદ ખાનની માતાએ વેપારીને પોતે સળગી જવાની મુરાદ ખાનની પત્નિએ કપડા ફાડીને પોલીસ સ્ટેશન જવાની આપી ધમકી આપી હતી.

અનેક પ્રયાસો છતાં વેપારીની જમીન આરોપીઓએ ખાલી ન કરતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસે મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત : નજીવી બાબતમાં હથિયારો સાથે ઘીગાંણું, મારામારીનો Live Video થયો વાયરલ

આ પણ વાંચો : સુરત : હાથમાં એરગન સાથે કિન્નર નિક્કીનો Video થયો Viral, ઇન્સ્ટામાં છે 51 હજાર ફોલૉવર

મહત્વનું છે કે સરકારે જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે પણ ગુનો નોંધાયો હતો ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં ફરાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Land grabbing, અમદાવાદ, ગુનો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन