Home /News /south-gujarat /

સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! કામના ત્રણ દિવસમાં જ ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરીને ઘરઘાટી મહિલા ફરાર

સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! કામના ત્રણ દિવસમાં જ ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરીને ઘરઘાટી મહિલા ફરાર

પ્રતિકાત્મક તસવીર

સોસાયટીના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમની ઘરઘાટી મંજુલા નામની મહિલા ઘરના પાછળના દરવાજામાંથી બહાર નીકળતા શંકાસ્પદ હાલતમાં જણાય હતી.

સુરતઃ કોરોના વાયરસના (coronavirus) કારણે લાગેલા લોકડાઉન (lockdown) બાદ બેકાર બનેલા લોકો ગુનાખોરીના રવાડે ચડ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. નોકરો પણ ઘર માલિકોના ઘરમાંથી હાથસાફ (theft) કરીને ફરાર થવાની કેટલીક ઘટનાઓ પણ છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રકાશમાં આવી છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં ડોક્ટરના (doctor home) મકાનમાંથી ઘર કામ કરતી ઘરઘાટી મહિલા (thief Maid) લાખ્ખો રૂપિયાના સોનાના ઘરેણાની (Gold jewelry) ચોરી કરી ફરાર થઈ હતી. આ યુવતી કામની શોધમાં સુરત આવી હતી. અને કામના ત્રણ જ દિવસમાં લાખ્ખો ચોરી કરી હતી. આ મામલે ખટોદરા પોલીસે (Khatodara police) ગુનોં નોંધીને તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના-મગદલ્લા રોડ સ્થિત અણુવ્રત દ્વાર નજીક ગાયત્રી મંદિરની સામે મોહનપાર્ક સોસાયટીમાં રહેતા વિકાસ વ્યંકટરાવ જાધવ રીંગરોડની નિર્મલ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.

ગત તા. 17 નવેમ્બરના રોજ વિકાસની સગાઇના દાગીના તેની માતા વિજયાબેને તિજોરીમાંથી બહાર કાઢી પોતાના બેડરૂમના પલંગ ઉપર મુક્યા હતા અને રસોઇ બનાવવા રસોડામાં ગયા હતા.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

ત્યાર બાદ બેડરૂમમાંથી સોનાનો હાર, બે કંગન વગેરે મળી કુલ રૂ. 2.93 લાખની મત્તાના દાગીના ગાયબ થઇ જતા તેની શોધી રહ્યા હતા. હોસ્પિટલમાં નાઇટ ડ્યૂટીમાંથી પરત આવેલા ડૉ. વિકાસ, તેની માતા અને પિતાએ ઘરના તમામ રૂમમાં દાગીના શોધ્યા હતા પરંતુ મળ્યા ન હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! લગ્ન બાદ સાસરી જવા માટે કારમાં બેઠી હતી દુલ્હન, પછી એવું થયું કે દલ્હન લીધા વગર પાછી ફરી જાન

જેથી સોસાયટીના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમની ઘરઘાટી મંજુલા નામની મહિલા ઘરના પાછળના દરવાજામાંથી બહાર નીકળતા શંકાસ્પદ હાલતમાં જણાય હતી. ઉલ્લેખનીય છે કે મંજુલા તા. 14 નવેમ્બરે કામની શોધમાં આવતા વિજયાબેને ઘરકામ માટે નોકરી પર રાખી હતી.અને તા. 17ના રોજ મંજુલા કામ કરતી વખતે વિજયાબેનના બેડરૂમમાં પણ ગઇ હતી. જેથી મંજુલાએ દાગીના ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन