સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! 'તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે વિધિ કરવી પડશે', પરિણીતા પાસેથી રૂ.70 હજાની મતા લઈ કિન્નરો ફરાર

સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! 'તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે વિધિ કરવી પડશે', પરિણીતા પાસેથી રૂ.70 હજાની મતા લઈ કિન્નરો ફરાર
પ્રતિકાત્મક તસવીર

કિન્નરોઍ આ વસ્તુ અમે મુકીને બે કલાકમાં પાછા આવીશું અને અમારા માટે જમવાનું બનાવી રાખજા તેમ કહી ગયા હતા.

  • Share this:
સુરતઃ શહેરના વરાછા (Varachha) લંબે હનુમાન રોડ શ્યામનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારના ઘરે ગઈકાલે સવારે આવેલા બે કિન્નરોઍ (Eunuch) તેની પત્નીને (wife) તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે જેથી તમારે વિધિ કરવી પડશે અને આ વિધિ (Vidhi) કરવાથી તમારી પરિસ્થિતિ સારી થઈ જશે હોવાનું કહી કંકુ, ચોખા નાખેલું પાણી પીવડાવ્યા બાદ રૂમાલમાં રોકડા 10 હજાર અને દાગીના મુકાવી રૂમાલને ગાંઠ મારી ચાર રસ્તા ઉપર મુકીને પરત આવીયે હોવાનું કહી કુલ રૂપિયા 70 હજારની મતાની છેતરપિંડી (fraud) કરી નાસી ગયા હતા.

સુરતના વરાછા લંબે હનુમાન રોડ શ્યામનગર સોસાયટીમાં રહેતા મૂળ જુનાગઢના વીસાવદરના વતની દેવાયતભાઈ નાથાભાઈ સોનારા (ઉ.વ.48) માતાવાડી ખાતે ધનલક્ષ્મી ઍર્પાટમેન્ટમાં આવેલા હીરાના કારખાનામાં હીરમજુરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવાયતભાઈ ગઈકાલે સવારે કામ ઉપર ગયા હતા ત્યારે તેમના ઘરે સવારે સાડા દસેક વાગ્યાના આરસામાં બે કિન્નરો આવ્યા હતા.કિન્નરે દેવાયતની પત્નીને કહ્યું હતું કે તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. જેથી તમારે વિધિ કરવી પડશે અને આ વિધિ કરવાથી તમારી પરિસ્થિતિ સારી થઈ જશે. ત્યારબાદ કિન્નરોઍ પત્નીઍ પાસે ઍક ગ્લાસ પાણી માંગ્યું હતું અને તે પાણીમાં કંકુ, ચોખા નાંખવાનનું કહી પાણી દરવાજા પર ફેરવા કહેતા દરવાજા ફરતે ફેરવ્યું હતું ત્યારબાદ બીજા ઍક ગ્લાસ પાણી માંગી તે પાણી પત્ની અને પુત્રના હાથમાં પીવા માટે આપ્યું હતું.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! 'લલ્લાને મારી નાંખ્યો છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું' ભાણાની હત્યા કર્યા બાદ મામાનો આપઘાત

તેમજ મંત્ર બોલવાનું કહી ઘરમાં રહેલ રોકડા રૂપિયા અને દાગીના રૂમાલમાં બાંધીને મુકવા કહેતા દેવાયતની પત્નીઍ રોકડા 10, 000 અને બે તોલાનો સોનાનો પેન્ડલ સેટ જેની કિંમત રૂપિયા 60,000 થાય છે જે રૂમાલમાં મુક્યા હતા.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરો સાવધાન! પોલીસે બનાવી 70 માથાભારે વ્યાજખોરોની યાદી, થશે કડક કાર્યવાહી

રૂમાલને ગાંઠ મારી કિન્નરે તેમને મંત્ર બોલતા બોલતા ચોક ચાર રસ્તા પાસે મુકી આપવા કહ્યું હતું. જાકે દેવાયતની પત્નીઍ તેને મંત્ર બોલતા આવડતું નથી હોવાનું કહેતા કિન્નરોઍ આ વસ્તુ અમે મુકીને બે કલાકમાં પાછા આવીશું અને અમારા માટે જમવાનું બનાવી રાખજા તેમ કહી ગયા હતા.


દેવાયતની પત્નીઍ તેમના માટે જમવાનું પણ બનાવી રાખ્યું હતું પરંતુ તેઓ આવ્યા ન હતા. દરમિયાન બપોરે દેવાયતભાઈ કામ પરથી જમવા માટે ઘરે આવ્યા ત્યારે તેમની સાથે બનેલા બનાવ અંગે વાત કર્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા દેવાયતભાઈઍ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કિન્નરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:October 22, 2020, 15:24 pm

ટૉપ ન્યૂઝ