સુરત: સૈયદપુરા ચરસ ઝડપાવવાનો મામલો, Wanted નન્નુ લુકમાન ઝડપાયો


Updated: August 29, 2020, 5:11 PM IST
સુરત: સૈયદપુરા ચરસ ઝડપાવવાનો મામલો, Wanted નન્નુ લુકમાન ઝડપાયો
એસ.ઓ.જીએ ત્યાંથી ૪૫ વર્ષિય ફરજાના નીયાઝઅલી ઉર્ફે નન્નુ લુકમાન સૈયદને ઝડપી પાડી એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

એસ.ઓ.જીએ ત્યાંથી ૪૫ વર્ષિય ફરજાના નીયાઝઅલી ઉર્ફે નન્નુ લુકમાન સૈયદને ઝડપી પાડી એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

  • Share this:
સુરત એસ.ઓ.જીએ ગત બુધવારે સૈયદપુરા સાદત એપાર્ટમેન્ટના એક ફલેટમાં છાપો મારી રૂ.૫૦,૨૦૦ ની કિંમતના ૫૦૨ ગ્રામ ચરસ સાથે એક મહિલાને ઝડપી લીધી હતી. અગાઉ બે વખત ચરસ વેચતા ઝડપાયેલો મહિલાનો પતિ નન્નુ લુકમાન ફરી ચરસ વેચવા લાવ્યો હતો અને ઘરમાં છુપાવ્યું હતું. એસ.ઓ.જીએ વોન્ટેડ નન્નુ લુકમાનને ગતરાત્રે સૈયદપુરા માર્કેટ પાસેથી ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યો હતો.

એસ.ઓ.જી.એ બાતમીના આધારે ગત બુધવારે લાલગેટ પોલીસ મથકની હદમાં સૈયદપુરા અદરૂસા દરગાહની સામે નવી ચાલ સાદત એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૧૦૧ માં છાપો મારી ઘરમાં બેડરૂમના ટેબલના ખાનામાં છુપાવેલો રૂ.૫૦,૨૦૦ ની કિંમતનો ચરસનો ૫૦૨ ગ્રામ જથ્થો કબ્જે કર્યો હતો. એસ.ઓ.જીએ ત્યાંથી ૪૫ વર્ષિય ફરજાના નીયાઝઅલી ઉર્ફે નન્નુ લુકમાન સૈયદને ઝડપી પાડી એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચોસુરત: શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતા થયું કરૂણ મોત, પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના, 7 વર્ષના બાળકની નજર સમક્ષ પિતાએ માતાની હત્યા કરી દીધી, બાળક નોંધારૂ બન્યું

ફરજાનાની પુછપરછ કરતા ચરસનો જથ્થો તેનો પતિ વેચવા લાવ્યો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.તે દરમ્યાન એસઓજીએ બાતમીના આધારે વોન્ટેડ નન્નુ લુકમાનને મોડીરાત્રે સૈયદપુરા માર્કેટ પાસેથી ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૮ માં એસ.ઓ.જીના હાથે જ સલાબતપુરા વિસ્તારમાં ચરસના જથ્થા સાથે ઝડપાયો હતો
Published by: kiran mehta
First published: August 29, 2020, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading