સુરત: શહેર (Surat News) પીસીબી પોલીસની (Surat Police) એક મોટી સફળતા મળી છે. કારણ કે, સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન સહિત સુરત ગ્રામ્ય અને નવસારી જિલ્લામાં વાહનચોરી અને ઘરફોડ ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા અને આરોપીને પકડવા જાય ત્યારે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરનારા ચીખલીકર ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ ચોપડે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ, પોલીસ પકડી પાડેલા આરોપી ઉપર 26 કરતાં વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
સુરતમાં વધી રહેલો ગુનાખોરીનો ગ્રાફ ઓછો કરવા માટે શહેર પોલીસે હવે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓની તપાસ શરૂ કરી છે. જોકે, ભૂતકાળના ગુનામાં પોલીસ પકડમાં નથી આવ્યા તેવા આરોપીઓને પકડવા માટે પણ એક ખાસ મુહીમ શરૂ કરી છે. ત્યારે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા સુરત ગ્રામ્ય વિસ્તાર સહિત નવસારી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી વાહનચોરી જેવા ગુનામાં પોલીસ પકડથી લાગતો પૂરતો એવો ચીખલીકર ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે આજે દબોચી લેવામાં સફળતા મળી છે.
2014ના વર્ષથી નાસતો ફરતો આ ચીખલી ઘરનો મુખ્ય સૂત્રધાર પર પોલીસ તપાસમાં 26 કરતાં વધુ ગુનાઓ નોંધાયા હોવાની વિગતો સામે આવી છે. રાજબીરસીંગ ઉર્ફે જનરેલસીંગ ચૈતાના નામનો આરોપી શરીર સંબંધી ગુનામાં છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી ભાગતો ફરે છે. આરોપી આજે વેસ્ટર્ન ખાતેના તેના આવાસની સામેની જગ્યા પર ઉભો હોવાની જાણકારી મળતાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડયો હતો.
ઝડપાયેલા આરોપીની વધુ પુછપરછ કરતાં તે ચીખલીકર ગેંગના મુખ્ય સૂત્રધાર હોવા સાથે છેલ્લા લાંબા સમયથી અલગ અલગ માણસો સાથે ગેંગ બનાવીને સૌપ્રથમ તે પહેલા વાહન ચોરી કરતો હતો. તે લોકોને ત્યાં ઘરફોડ ચોરી કરતો હતો આ મામલે પોલીસ પકડવા જાય ત્યારે ભૂતકાળમાં પોલીસ ઉપર પણ હુમલા કર્યા હોવાની કબુલાત કરી હતી.
પોલીસે આ માથાભારે ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ પકડાયેલા આરોપીઓ પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરતાં વધુ તપાસ માટે આરોપીને સુરત ક્રાઇમ બ્રાંચના હવાલે કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર