લોકડાઉનમાં સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છે? ખોટો મેસેજ વાયરલ કરનાર ત્રણ ભેજાબાજ ઝડપાયા

લોકડાઉનમાં સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છે? ખોટો મેસેજ વાયરલ કરનાર ત્રણ ભેજાબાજ ઝડપાયા
પકડાયેલા આરોપીઓની તસવીર

મેસેજમાં સુરત શહેર પોલીસના 27 પોલીસ સ્ટેશન અને સુરત જીલ્લાના 3 પોલીસ સ્ટેશનના નામ સાથેની લીંક મુકનાર પ્રવિણ ભાલાળાએ આગામી દિવસોમાં મિટિંગ બાદ આઈકાર્ડ સાથે જવાબદારી અપાશે.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઇને લોકડાઉનમાં (Lockown) પોલીસ સાથે કામ કરવા માટે ઇચ્છતા લોકોને એક લીંક ઉપર ક્લીક કરી જોડાવા કહેવાયું હતું. મેસેજમાં સુરત શહેર પોલીસના 27 પોલીસ સ્ટેશન અને સુરત જીલ્લાના 3 પોલીસ સ્ટેશનના (surat police) નામ સાથેની લીંક મુકનાર પ્રવિણ ભાલાળાએ આગામી દિવસોમાં મિટિંગ બાદ આઈકાર્ડ સાથે જવાબદારી અપાશે તેવું કહી ડ્રેસ કોડ વ્હાઇટ શર્ટ અને બ્લ્યુ-બ્લેક પેન્ટ પણ નક્કી કર્યો હતો. જોકે પોલીસ પરમિશન લીધી વગર સોશિયલ મીડિયામાં (social media) પોલીસ સ્ટેશનના નામે મેસેજ ફરતો કરી લોકોને જોડાવા કહેનાર પ્રવિણ ભાલાળા અને મળતીયાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગત મધરાતે ગુનો નોંધ્યો હતો તેની ધરપકડ કરી છે. કોરોના વાયરસને લઇને તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે.

ત્યારે સુરતમાં લોકડાઉનના સમયમાં પોલીસની મદદ કરવા માટે પોલીસ સાથેની અલગ અલગ લીક બનાવી હોટ્સએપ (Whatsapp) અને ફેસબુક (facebook)ઉપર ફરતા થયેલા મેસેજમાં સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બની લોકોને તે જે વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્ટેશનની લીંક ઉપર ક્લીક કરી જોડાવા કહેવાયું હતું.આ પણ વાંચોઃ-સુરતમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ! ટેન્કરથી પાણી લેવા લોકોની પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા

મેસેજમાં સુરત શહેર પોલીસના 27 પોલીસ સ્ટેશન અને સુરત જીલ્લાના 3 પોલીસ સ્ટેશનના નામ સાથેની લીંક મુકનાર પ્રવિણ ભાલાળાએ આગામી દિવસોમાં મિટિંગ બાદ આઈકાર્ડ સાથે જવાબદારી અપાશે. તેવું કહી ડ્રેસ કોડ વ્હાઇટ શર્ટ અને બ્લ્યુ-બ્લેક પેન્ટ પણ નક્કી કર્યો હતો. જોકે આ બાદ આ લીક પર ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સેલમાં ફરજ બજાવતા પીએસઆઇ ગત મધરાતે ફેસબુક અને વ્હોટ્સએપ ઉપર પ્રવિણ ભાલાળા નામના વ્યક્તિએ વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની એક લીંક સાથેનો મેસેજ ફરતો થયો હતો.

આ પણ વાંચોઃ-Good News! રાજકોટના કર્ફ્યૂગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાં સગર્ભા મહિલાઓ માટે શરૂ થશે આ સેવા

તેની જાણ થઇ હતી તે મેસેજમાં લખ્યું હતું કે ' તમે અમારી અને સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છો, સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોય અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની લીંક પર ક્લીક કરો અને એડ થય જાવ. આગામી દિવસોમાં તમારી મિટિંગ થશે અને આઈકાર્ડ સાથે જવાબદારી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-Lockdown: માત્ર પાંચ જાનૈયા સાથે બાઈક ઉપર થઈ દુલ્હનની વિદાય, પોલીસે કર્યું આવી રીતે સ્વાગત

ડ્રેસ કોડ વ્હાઇટ શર્ટ અને બ્લ્યુ-બ્લેક પેન્ટ રહેશે. જોકે મેસેજમાં નીચે પ્રવિણ ભાલાળા, શૈલેષભાઇ પાનસુરીયા, તુષારભાઈ કોશિયા અને સાધનાબેન સાવલિયાના નામની સાથે મોબાઈલ નંબર લખવામાં આવ્યા હતા અને તેની નીચે સુરતના 27 પોલીસ સ્ટેશન અને સુરત જીલ્લાના કામરેજ,ઓલપાડ અને કડોદરા પોલીસ સ્ટેશન મળી કુલ 30 પોલીસ સ્ટેશનના નામની સાથે તેમાં જોડાવા માટેની લીંક મુકવામાં આવી હતી.

તે પૈકી સરથાણા પોલી સ્ટેશનના કન્વીનર તરીકે યોગેશભાઈ રીબડીયાનું નામ પણ લખવામાં આવ્યું હતું. હાલ લોકડાઉન ચાલતું હોય તેવા સમયે લોકોને પોલીસ સાથે જોડાવા એકત્ર થવા માટેનો તેમજ પોલીસ સ્ટેશનના નામનો ઉપયોગ કરી લોભામણી અને લલચામણી જાહેરાત કરી લોકો સાથે ઠગાઈ કરનાર પ્રવિણ ભાલાળા અને તેના મળતીયાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચના ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
Published by:News18 Gujarati
First published:April 22, 2020, 19:45 pm