સુરતમાં અહેમદ પટેલના સમર્થનમાં લાગ્યા પોસ્ટર્સ, CM બનાવવાની અપીલ

sanjay kachot | News18 Gujarati
Updated: December 7, 2017, 11:53 AM IST
સુરતમાં અહેમદ પટેલના સમર્થનમાં લાગ્યા પોસ્ટર્સ, CM બનાવવાની અપીલ
સુરતમાં અહેમદ પટેલને સીએમ બનાવવાની માગ સાથે પોસ્ટર્સ લાગ્યા છે. કોંગ્રેસને વોટ આપી અહેમદ પટેલને સીએમ બનાવવાની અપીલ કરવામાં આવી છે.
sanjay kachot | News18 Gujarati
Updated: December 7, 2017, 11:53 AM IST

સુરત: સુરતમાં અહેમદ પટેલને સીએમ બનાવવાની માગ સાથે પોસ્ટર્સ લાગ્યા છે.  પોસ્ટર્સમાં કોંગ્રેસને વોટ આપી અહેમદ પટેલને સીએમ બનાવવાની અપીલ કરવામાં આવી છે.


પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે 'મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહેમદભાઈ પટેલને ગુજરાતના "વઝીર-એ-આલમ" બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફક્ત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે.'


નોંધનીય છે કે અહેમદ પટેલ હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેઓ ગુજરાતની કોઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી નથી લડી રહ્યા. કોંગ્રેસ તરફથી આગામી વિધાનસભાની ચૂંટણી માટે સીએમ પદ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ ભાજપે રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर