સુરત : યુવકને જમીન પર પટકાવીને પોલીસે ઢોર માર માર્યો, Video વાયરલ થતા વિવાદ

સુરત : યુવકને જમીન પર પટકાવીને પોલીસે ઢોર માર માર્યો, Video વાયરલ થતા વિવાદ
ડીંડોલી પોલીસનો વીડિયો સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવ્યો છે.

અમેરિકાના જ્યોર્જ ફ્લોયડનું મૃત્યુ પોલીસના આ પ્રકારના મારથી થયું હતું જેના કારણે વૈશ્વિક વિવાદ સર્જાયો હતો. શું પોલીસનું આ વર્તન યોગ્ય છે?

  • Share this:
સુરત પોલીસ ફરી એક વખત (Surat Police) વિવાદમાં આવી છે. જેનો એક વિડીયો વાયરલ (Viral video of surat Police) થયો છે. શહેરના એક વિસ્તારમાં જાહેર રસ્તા પર એક વ્યક્તિને નીચે પટકાવી માર મારવાનો (Surat Police beating man) વિડિયો વાયરલ થિયા રહ્યો છે. આ વિડીઓ સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાની આશંકા છે. જો કે વિડીયોમાં જે રીતે પોલીસ યુવક ને જાહેર મા રસ્તા પર નીચે પટકી માર મારી રહ્યા છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.  અમેરિકાના (USA) જ્યોર્જ ફ્લોયડનું (George floyd) મૃત્યુ પોલીસના આ પ્રકારના મારથી થયું હતું જેના કારણે વૈશ્વિક વિવાદ સર્જાયો હતો. શું પોલીસનું આ વર્તન યોગ્ય છે? તેવા સવાલો સર્જાઈ રહ્યા છે.

સુરત પોલીસ નો વધુ એક વિવાદાસ્પદ વાઇરલ  થયેલો વીડિયો સામે આવ્યો છે. ડીંડોલીમાં જાહેર રસ્તા પર એક વ્યક્તિ ને નીચે પટકાવી માર મારવાનો વિડિયો હાલ સોશ્યલ મિડિયા મા વાયરલ થયો છે. વિડિયો મા સ્પષ્ટ પણે દેખાઈ રહ્યુ છે કેવી રીતે યુવક ને જાહેર મા રસ્તા પર નીચે પટકી માર મારી રહ્યા છે. જો કે વિડિયો સોશ્યલ મિડિયા મા વાયરલ થયા બાદ પોલીસ બેડામાંં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ પણ વાંચો :  વડોદરા : આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, અંધકારમાં ખેલાયો ખૂની ખેલ

વિડિયો મા દેખાતા પોલીસકર્મીઓ જેવી રીતે આ યુવક ને જાહેર મા મારી રહ્યા છે તે જોતા સમગ્ર પોલીસ પ્રસાશન માટે એક શરમજનક ઘટના કહી શકાય છે.  હાલ તો આ વિડીઓ સુરત ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડીંડોલી પોલીસ મથક ની હદ વિસ્તાર મા છેલ્લા ઘણા સમય થી હત્યા, હત્યા ની કોશિશ જેવા અન્ય ગંભીર ગુન્હા ઓ બની રહ્યા છે ત્યારે ડીંડોલી પોલિસ નો આ નવો ચહેરો સામે આવ્યો છે.આ પણ વાંચો :  સુરત : હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો Video થયો Viral

એક તરફ પોતાના વિસ્તાર મા વધતા ગુન્હાઓ ને ઉકેલવામાં નિષફળ પોલીસ જાહેર મા લોકોને આવી રીતે માર મારવાનો વિડિયો સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, ક્યા કારણોસર પોલીસે આ યુવકને માર માર્યો તે રહસ્ય છે. ગુનેગારને પણ જાહેરમાં મારવાની પરવાનગી પોલીસ પાસે નથી ત્યારે ક્યાં સંજોગોમાં આવું બળ પ્રયોગ કરવામાં આવ્યું તેની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
Published by:Jay Mishra
First published:September 08, 2020, 15:56 pm

ટૉપ ન્યૂઝ