Home /News /south-gujarat /

સુરત : મનપા કર્મચારીએ માસ્ક ચેકિંગના નામે માથાકૂટ કરી ગાળો આપી, વીડિયો Viral થતા મામલો બીચક્યો

સુરત : મનપા કર્મચારીએ માસ્ક ચેકિંગના નામે માથાકૂટ કરી ગાળો આપી, વીડિયો Viral થતા મામલો બીચક્યો

વાયરલ વીડિયોમાં જોવા મળતા મુજબ મનપા કર્મચારીએ ગાળો આપી અને બાઇકની ચાવી કાઢી લીધી હતી

'ખાવાના પૈસા નથી સાહેબ,માસ્ક પહેર્યુ છે તો દંડ શાનો?' પાલિકાના કર્મચારીએ બાઇકની ચાવી ઝૂંટવી લીધી અને માર મારવાની કોશિષ પણ કરી

સુરતમાં શહેરી (surat corona cases) વિસ્તરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દી સતત વધી રહ્યા છે. ત્યારે લોકો કોરોના ગાઈડ લાઇન કડકપણ પાલન કરે તે માટે તંત્ર દ્વારા કર્મચારીઓની ટીમ બનાવી ગાઈડલાઇનનું પાલન ન કરતા હોય તેવા લોકોને દંડની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ત્યારે મનપા અધિકારીઓ રસ્તે જતા લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો દંડ વસૂલ કરે છે. તેવામાં મનપા  અધિકારીઓનો (Viral video of SMC officer) એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બાઈક ચાલક શ્રમજીવીઓ સાથે મારવા અને ગાળો આપતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાઈકની ચાવી કાઢી સાઈડમાં લેવા પણ દબાણ કરતો બેફામ મનપા કર્મચારી જોવા મળે છે. જોકે મનપા કર્મચારીની આ દાદાગીરી (SMC officer abused biker) વિડીયો વાઇરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત શહેર અને જિલ્લામાં જે રીતે સતત કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યામાં સતત વધારે થઇ રહ્યો છે. ત્યારે  તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન ન કરતા હોય તેવા લોકો ગાઈડલાઇન પાલન કરે તે માટે અલગ અલગ ટીમ બનાવી કડકપણ પાલન કરાવવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે ગાઈડલાઇનનું પાલન ન કરતા લોકોને દંડ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો :  સુરત : સ્મીમેરમાં દાખલ રત્નકલાકારનો વીડિયો Viral, 'કઇક કરો નહીંતર હું અહીંયા જ મરી જઈશ'

તેવામાં મનપાના કર્મચારી આ નિયનોમે લઈને  લોકોને હેરાન કરવા સાથે ગાળા ગાળી કરવા સાથે દાદાગીરી કરતા હોવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એક બાઈક પર બે શ્રમજીવી યુવક જતા હોય છે. દરમિયાન મનપા  અધિકારીઓ તેને અટકાવે છે. જેમાં બાઈક પાછળ સવાર યુવકનું માસ્ક પવનના કારણે થોડું નીચે હોવાથી તેની પાસેથી દંડ વસૂલ કરવાની તૈયારી કરે છે. દરમિયાન બંને યુવકો તેનો વિરોધ કરે છે.

જેથી ઉશ્કેરાઈ ગયેલા એક મનપા  અધિકારી હાથ ઉગામે છે અને બાઈકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઈક સાઈડમાં લેવા દબાણ કરે છે. જોકે, યુવકોના વિરોધના કારણે વધું ઉશ્કેરાઈ ગયેલા મનપા  અધિકારી ગાળો આપવા લાગે છે. આ તમામ ઘટનાનો વીડિયો યુવકોએ પોતોના મોબાઈલમાં કેદ કરી લીધો હોય છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. યુવકે મનપા અધિકારીને કહ્યું કે 'સાહેબ ખાવાના પૈસા નથી છતાં માસ્ક તો પહેર્યુ જ છે. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઉ છું મોડું થાય છે, દાદાગીરી ન કરો'

આ પણ વાંચો :  અમદાવાદ : પરીણિતા બાથરૂમમાં નહાતી હતી ત્યારે પાડોશી યુવકે કર્યુ ન કરવાનું કામ

મનપા અધિકારીઓના વાઈરલ વીડિયો સાથે લખાયું છે કે,મનપા ના અધિકારીઓનો વાણી વિલાસ, ભૂલ્યા છે ભાન. વાહનમાંથી ચાવી કાઢવાની સતા કોના દ્વારા અપાઈ છે? દબંગગીરી સાથેની કામગીરી આ અધિકારીઓને રોડ પર કામગીરી કરવામાં જોર આવતું હોય એમ લોકો સાથે વર્તન કરાઈ રહ્યું છે. જેથી પાલિકા કમિશનર માટે આવા અધિકારીઓને સભ્યતાના ક્લાસ આપવા પડકારરૂપ છે.

જોકે આ વિડીયો વાઇરલ થતાની સાથે ચારે તરફથી લોકોનો રોષ જોવા મળી રહીયો છે કાયદા અને નિયમન નામે એક બાજુ પોલીસ તો બીજી બાજુ મનપા દંડના નામે કોરોના મહામારીમાં પ્રજાને લૂંટીને સરકારની તિજોરીઓ ભરી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.  ત્યારે સામાન્ય વ્યક્તિના હાલ બેહાલ છે તેવામાં આવા સરકારી કર્મચારીને લઇને આગામી દિવસ માં સુરતમાં વધારે ઘર્ષણના એધાણ પણ વર્તાઇ રહ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus, COVID19, Fight, Mask, SMC, Surat police, સુરત

આગામી સમાચાર