સુરત માં જાહેરમાં જન્મ દિવસ ની ઉજાણી કરાવે એકે ફેશન બની ગઈ છે તેના માટે જવાબદાર એહ્ચે પોલીસ કડક કાર્યવાહી નથી કરતી જેને લઈએં થોડા સિવસ થાયને સુરત માં જાહેરમાં જન્મ દિવસને લઈને હાજરણાંમાં નો ભંગ તો થાય છે સાથે સાથે કોરોના ગાઈડ લાઇનના પણ લીલેલીરાં ઉડતા જોવા મળે છે
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના રસીકરણ (Corona Vaccination) અને રાત્રિ કર્ફ્યૂની અસરના કારણે કોરોનાના કેસમાં ઘટાડો આવી રહ્યો છે. છતાં સરકારે આપેલી ગાઇડલાઇનનો વારંવાર ભંગ થઈ રહ્યો છે. સુરત શહેર (Surat) શહેરમાં પોલીસ કમિશનરનું જાહેરનામું છે જેના અંતર્ગત કોરોના વાયરસના સંક્રમણ પહેલાંથી જ જાહેરમાં જન્મદિવસની ઊજવણી (Birthday Celebration)કરવાની મનાઈ છે.
છતાં છાશવારે આ અંગે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. રાજકારણીઓની સાથે તેમને સંગ્ન સંસ્થાઓના વડાઓ પણ આ ગાઈડલાઇન તોડે છે અને જાણે શોખથી અને વટથી તોડી રહ્યા હોય તેવો માહોલ છે. સુરત બજરંગદળના પ્રમુખ (Surat Bajrangdal President) દ્વારા જાહેરમાં ટોળા એકઠાં કરીને જન્મદિવનસી આવી જ એક બેજવાબદાર ઊજવણી કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો હાલમાં સુરત શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. ચોમેરથી આ કૃત્યની ટીકાપાત્ર ચર્ચાઓ થઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસના કાર્યક્રમોની વચ્ચે વચ્ચે સુરત શહેરમાં લોકોના આવા વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયો દેવીપ્રસાદ દુબેના બેજવાબદાર સેલિબ્રેશનનો છે. દુબે બજરંગદળના પ્રમુખ છે તેમણે સમાજને દાખલો મળે તેવું ઉદાહરણ આપવું જોઈતું હતું પરંતુ તેમણે પણ અન્ય નેતાઓની જેમ જાહેરમાં કેક કાપી અને ઊજવણી કરતા વરવા દૃશ્યો સામે આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત : શરમજનક ઘટના, રાજકીય આગેવાનની રાષ્ટ્રધ્વજની થીમ કેક સાથેની તસવીરો મૂકતો વિવાદ
સુરત શહેરમાં માથાભારે તત્વો અને વગવાળા લોકો છાશવારે આવું કરી રહ્યા છે. ન તો આ પ્રથમ વીડિયો છે ન આ પ્રકારનો અંતિમ વીડિયો છે, છતાં આવા કૃત્યોના કારણે અન્ય લોકો પ્રેરાઈ રહ્યા હોય અને સંખ્યા વધી રહી હોય તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. વીડિયોમાં જોવા મળતા દૃશ્યો કોરોના ફેલાવી શકે કે કેમ તે તો વૈજ્ઞાનિકોનો વિષય છે પરંતુ પોલીસ કમિશનરના જાહેરનામાને દુબેજીની ઊજવણીએ પડકાર ફેંક્યો હોય તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ જણાતી નથી.
આ પણ વાંચો : જૂનાગઢ : વિચિત્ર ઘટના! દારૂ પીધેલા યુવકને દેવીપૂજક પરિવારે તાપણામાં નાખી દીધો, બળી જવાથી મોત
સુરત શહેરમાં અગાઉ પાછલા મહિનામાં આવા અનેક વીડિયો આવ્યા હતા જેમાં એક વીડિયોનો વધારો થયો છે. પોલીસ આ અંગે કાર્યવાહી કરશે કે જતું કરશે તે હવે જોવું જ રહ્યું.