Home /News /south-gujarat /સુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

સુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

પુણા પોલીસનો એક વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ

મફતમાં ખાવાની ટેવ પડી ગયેલા, આ પોલીસ કર્મચારી ખાવાનું પાર્સલ કરાવે છે, અને પૈસા માંગવામાં આવે તો, દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી પાર્સલ લઈને નીકળી જાય છે.

સુરત: કોરોના કહેર વચ્ચે ચાલેલા લોકડાઉન અને કોરોનાની મહામારીમાં સારી કામગીરી કરનાર પોલીસના કેટલાક જાંબાજો વચ્ચે ખાખીને શરમાવતો બીજો ચહેરો હવે સામે આવી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ પહેલાથી જ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. લોકોના કામ ધંધા ચાર મહિનાથી બંધ છે. જેમ તેમ ધંધો શરૂ કરીને ફરી ગાડી પાટે લાવવા પ્રયાસ કરી રહેલા લોકોને હવે પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાની અનેક ફરિયાદો સાંભળવા મળી રહી છે. ત્યારે પુણા પોલીસનો એક વિડીયો વાયરલ થતા ચોતરફથી લોકો ખાખીની આડમાં લુખ્ખાગીરી પર ઉતરી આવતા આવા પોલીસ જવાનો ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે

કોરોના મહામારીને લઈને લાંબા ચાલેલા લોકડાઉણ બાદ લોકોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે, ત્યારે લોકડાઉન ખુલતાની સાથે લોકો પોતાના કામ પર ધીરે-ધીરે આવી રહ્યા છે, ત્યારે લોકોને જોઈએ એવો વેપાર થઈ રહ્યો નથી, ત્યારે સુરત પોલીસના જવાનો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ એવા નાસ્તાની લારી ચાલવતા લોકો પાસે પોલીસ મફતમાં ખાવાનું માંગે અને ન આપવામાં આવે તો તેમને ધમકીઓ આપવાની એક ઘટના સામે આવી છે.

આ પણ વાંચોસુરત: 'ફાયનાન્સર લાલા રોજ જાનથી મારી નાખવાની ધમકી આપતો', સુસાઈડ નોટ લખી વેપારીએ કર્યો આપઘાત

પુણા કેનાલ બીઆરટીએસ રોડની પાસે અનેક ખાણીપીણીની લારીઓ ચાલે છે. જ્યાં બે દિવસ પહેલા એક પોલીસ કર્મચારી પોલીસ મોબાઈલમાં આવીને ખાવાનું પાર્સલ કરાવે છે, અને જ્યારે ગરીબ દુકાનદાર મહિલા પૈસા માંગે છે તો, પોલીસવાળો કહે છે સેના પૈસા દુકાના બંધ કરાવી દઈશ, તેમ ધમકાવી પાર્સલ લઈને નીકળી જાય છે.

આ પણ વાંચોસુરત: લો બોલો, OLX પર ચીટિંગ કરનાર ઠગબાજનું થયું અપહરણ, પોલીસે બચાવ્યા બાદ થયા ચોંકવનારા ખૂલાસા

જોકે બીજા દિવસે બે પોલીસ કર્મચારી પ્રાઈવેટ કારમાં આવીને પાર્સલ લે છે અને પૈસા આપતા નથી, અને દાદાગીરી કરે છે. લોકોને ધંધો ઓછો વત્તો થતા હાલમાં આવક નથી, પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે, તેવામાં થોડી ગણી આવકના સમયમાં પણ પોલીસ આ રીતે મફતમાં લઇ જાય તો વેપાર કરવાનો કોઈ મતલબ રહેતો નથી, જેને લઈને દુકાનદાર દ્વારા આ મામલે પોલીસનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.દુકાન ચલાવતી મહિલા દ્વારા સુરતની પુના પોલીસ પર આક્ષેપ કરાયો છે કે, પોલીસ અવારનવાર આવીને મફતનું ખાવાનું લઈ જાય છે. એક - બે પાર્સલ હોય તો ચાલી જાય પણ દસ દસ પાર્સલના પણ પૈસા ચૂકવતા નથી. આવા સંજોગોમાં અમારે કઈ રીતે ધંધો કરવો. આ વિડીયો વાયરલ થતાની સાથે, લોકો આ પોલીસ કર્મચારી સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સાથે સાથે ફિટકાર પણ લગાવી રહ્યા છે.

ગતરોજ સુરતમાં નવા પોલીસ કમિશ્નર અજય તોમરે પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ લીધો છે, ત્યારે મફતમાં ખાવાની ટેવ પડી ગયેલા, આ પોલીસ કર્મચારી અને તેમના જેવા અન્ય પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:

Tags: Police Video, Police Video viral, Surat police, Surat Police video, Threatening, Viral videos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन