સુરત : સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ચાલુ બસે સીટ મેળવા માટે પોતાના જીવના જોખમે બારી માથી બસ માં પ્રવેશ કરતા જોવા મળે છે. આ ઘટના જોતા સવાલો સર્જાય છે કે જો અકસ્માત સર્જાય અને કોઈ મુસાફરનો જીવ જાય તો જવાબદાર કોણ?
બનાવની વિગત એવી છે કે સુરતના રાંદેર વિસ્તારમાં દરોજ દાહોદને ગોધરા ખાતે બસ જતી હોય છે ત્યારે આ બસમાં સીટ મેળવા મટે લોકો ચાલુ બસ પોતાનો જીવ જોખમમાં મૂકીને બસ ની બારીમાંથી બસ માં પ્રવેશ કરતા હોવાનો વીડીયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે. હાલમાં ચાલી રહેલી લગ્નસરાની સીઝન હોવાને લઇને મુસાફરોનો ધસારો વધુ છે ત્યારે માત્ર એક બસ જતી હોવાને લઇને પોતાના પરિવાર સાથે જતા લોકો સીટ મેળવા બસ પહોંચે તે પહેલાં રસ્તામાંથી જ બસની બારીમાંથી સીટ મેળવતા મુસાફરો કૂદતો હોય છે.
આવી જ એક ઘટનાને જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઇલમાં કેદ કરી તેને વાઈરલ કરી છે. જેથી લોકોને અને ખાસ કરીને તંત્રને ધ્યાન પર આવે કે લોકો સીટ મેળવા માટે પોતાના જીવ કેવી રીતે દાવ પર લગાવતા હોય છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા લોકો માટે ખાસ આ બસ ત્યાંથી ઉપાડવામાં આવે છે, ત્યારે આ પ્રકારના જોખમી પ્રવેશમાં જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તે પણ ચર્તાનો વિષય બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર