સુરતઃ મહિધરપુરામાંશેરબજાર ડબ્બા ટ્રેડીંગ કરતા વિમલ મોરખીયા અને મુકેશ પટેલ ઝડપાયા

સુરતઃ મહિધરપુરામાંશેરબજાર ડબ્બા ટ્રેડીંગ કરતા વિમલ મોરખીયા અને મુકેશ પટેલ ઝડપાયા
પોલીસ સ્ટેશનની તસવીર

આર્થીક લાભ માટે ગેરકાયેદસર રીતે લાયસન્સ, પરવાનગી નહી હોવા છતાંય શેર ભાવની બોલી બોલી તેની લે-વેચ કરી ડબ્બા ટ્રેડિંગ કરતા હતા.

  • Share this:
સુરતઃ શહેરના મહિધરપુરા (Mahidhpura) કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડિંગમાં આવેલી શેરબજારની ઓફિસમાં ગતરોજ ગુરુવારે  સાંજે પોલીસે રેડ પાડી શેરબજાર (share market) ડબ્બા ટ્રેડીંગનો (Dabba treding) શેર સટ્ટો રમાડતા બે શેરદલાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 13 હજાર,  લેપટોપ, કોમ્પ્યુટર, સી.પી.યુ, ટી.વી સહિત કુલ રૂપિયા 70 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં સતત ઓનલાઇન ઠગાઈ સાથે હવે ઓનલાઇન જુગાર માર્માડતા હોળી સતત ફરિયાદ આવી રહી છે તેવામાં પોલીસને સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ  કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડિંગમાં બીજા માળે આવેલી શેરબજારની ઓફિસમાં લાંબા સાયથી સબબ ટ્રેડિગ દ્વારા જુગાર રમાડવામાં આવતી હોવૈ એક હકીકત પોલીસને મળી હતી. જોકે આ બાતમીના આધારે પોલીસે દરોડા પડ્યા હતા.જોકે અહીંયા પોલીસ તપાસ દરમિયાન ઓફિસમાં વિમલ વાડીલાલ મોરખીયા અને મુકેશ ઈશ્વર પટેલ  ઓફિસમાં પોતાના આર્થીક લાભ માટે ગેરકાયેદસર રીતે લાયસન્સ, પરવાનગી કે રજીસ્ટ્રેશન સ્ટ્રોક ઍક્સચેજના કાયદાસરના સભ્ય નહી હોવા છતાંયે સ્ટોક ઍક્ષચેન્જ દ્વારા અધિકૂત સિવાયની જગ્યાઍ શેર ભાવની બોલી બોલી તેને લે-વેચ કરી ડબ્બા ટ્રેડીંગનો શેર શટ્ટો ગેરકાયદેસર રીતે વિધૂત ઉપકરણો દ્વારા રમાડતા ઝડપાયા હતા.

આ પણ વાંચોઃ-

પોલીસે શેરબજારના ડબ્બા ટ્રેડીંગના રમાડતા ઝડયાપેલા બંને જણા પાસેથી રોકડા ૧૩,૧૩૦, લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર, સી.પી.યુ, સેટટોપ બોક્ષ, સહિત કુલ રૂપિયા ૭૦,૬૩૦નો મુદ્દામાલ કબજે કરી  ઓફિસમાં હાજર બંનેવ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ મહિધરપુરા કરી રહી છે.જોકે આ ઈસમો કેટલા સમયથી આ ગેરકાયેસર વેપાર કરતા હતા તે દિશામાં પણ તપાસ સાહરુ કરવામાં આવી છો જોકે શહેરમાં આજ રીતે સેર બજારની આડમાં આજ પ્રકારે સટ્ટો રમાડવામાં આવે છે ત્યારે છેલ્લા એક મહિનામાં પોલીસે આ ચોથી જગિયા પર રેડ કરી છે ત્યારે હવે આવી કેટલી જગીયા પર આગામી દિવસ રેડ થશે તે જોવાનું રહ્યું.
Published by:ankit patel
First published:December 25, 2020, 23:23 pm

ટૉપ ન્યૂઝ