સુરત : પોલીસની ઘોડી બેકાબૂ બની 6 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, પેટ્રોલિંગ કરી રહેલા જવાનને પણ પછાડ્યો -Video

સુરત : પોલીસની ઘોડી બેકાબૂ બની 6 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, પેટ્રોલિંગ કરી રહેલા જવાનને પણ પછાડ્યો -Video
પેટ્રોલિંગ કરી રહેલી ઘોડી હેપીને ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી બહાર કાઢી હતી.

પોલીસની ઘોડી હેપ્પી ગઈકાલે અચાનક ભડકી ગઈ હતી અને જવાને પટકી અને ભાગી હતી

  • Share this:
કોરોના વાયરસને લઇને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે બીજી બાજુ કોરોના સંક્રમણ ન વધે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવે છે અને લોકોને ઘરોમાં રાખવામાં આવે છે.  તેવામાં ગતરોજ પોલીસ પેટ્રોલીંગ વચ્ચે એક ઘોડી બેકાબુ બનીને પોલીસ કર્મીને જમીન પર પટકી ત્યાંથી ભાગી હતી અને નજીકના એક છ ફૂટ ઊંડા ખાડામાં જઇને પડી હતી. જોકે પોલીસે ફાયર વિભાગની મદદથી ઘોડીનું રેસ્ક્યૂ કર્યુ હતું.

કોરોના વાયરસ નું સંક્રમણ અટકાવા માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે લોકડાઉનનું કડકપણે અમલ થાય તે માટે પોલીસ ખડા પગે પોતાની ફરજ બજાવતી હોય છે, તેવામાં લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરતા પણ જોવા મળતા હોય છે. ત્યારે આ ઉલ્લંઘન કરતા લોકો લોકડાઉનનો અમલ કરાવા માટે પોલીસ અલગ અલગ જગ્યા પર પેટ્રોલીંગ કરતાં હોય છે. જેમાં ઘોડા પર પણ પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરતી હોય છે.ત્યારે આજ પ્રમાણે પોલીસ કાપોદ્રા વિસ્તાર પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસ વિભાગની એક ઘોડી હેપી અચાનક ભડકી ગઈ હતી અને તેના પર સવાર પોલીસ કર્મચારીને જમીન પર પટકી આ ઘોડી ત્યાંથી ભાગી હતી અને નજીક માં આવેલ ધના મિલ કંપાઉન્ડ પ્રવેશી અને આ મિલમાં આવેલ છ ફૂટ ઊંડા ખાડામાં જઇને પડી હતી.જોકે ઘોડી ખાડામાંથી નીકળી શકે તેમ ન હોવાને લઇને પોલીસ કર્મચારીઓ દ્વારા હેપી નામની ઘોડીનું રેસ્કયૂ કરવા માટે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. જેથી ફાયર વિભાગે તાત્કાલિક ક્રેઇન લઈને બનાવ વાળી જગ્યા પર પહોંચીને એક કલાકની જહેમત બાદ હેપીનું રેસ્ક્યૂ કરી બહાર કાઢી હતી. જોકે આ ઘટના ને લઈને હેપી નામની ઘોડી સાથે તેના પર સવાર પોલીસ કર્મચારી પણ ઇજા થવા પામી હતી.
First published:May 12, 2020, 16:37 pm

टॉप स्टोरीज