સુરત: ટ્રાફિક નિયમ મામલે દંપતીને થઈ બબાલ, Video વાઇરલ

News18 Gujarati
Updated: September 4, 2019, 9:01 PM IST
સુરત: ટ્રાફિક નિયમ મામલે દંપતીને થઈ બબાલ, Video વાઇરલ
સુરતના ટ્રાફિક પોલીસ સાથે એક દંપતી સાથે બોલાચાલી કરતો વિડીયો વાઇરલ થયો છે, જેમાં પોલીસ એક યુવક સાથે દાદાગીરી સાથે હાથા પાઇ પણ કરતા દેખાય છે

સુરતના ટ્રાફિક પોલીસ સાથે એક દંપતી સાથે બોલાચાલી કરતો વિડીયો વાઇરલ થયો છે, જેમાં પોલીસ એક યુવક સાથે દાદાગીરી સાથે હાથા પાઇ પણ કરતા દેખાય છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: ટ્રાફિકના નવા નિયમ આવતાની સાથે જ લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના એક દપંતી સાથે પોલીસનો આવો જ એક વિડીયો વાઇરલ થતા, આ દંપતિ ફરિયાદ કરવા પોલીસ કમિશ્રર ઓફિસ પોંહચ્યા હતા, જેને લઈ ઉચ્ચાધિકારી દ્વારા આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

સુરતના ટ્રાફિક પોલીસ સાથે એક દંપતી સાથે બોલાચાલી કરતો વિડીયો વાઇરલ થયો છે, જેમાં પોલીસ એક યુવક સાથે દાદાગીરી સાથે હાથા પાઇ પણ કરતા દેખાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક કુમાર પોતાની પત્ની સાથે શાકભાજી લેવા ગયા હતા, ત્યાં પાર્ક કરેલ મોપેડ પોલીસ ટ્રાફિક ક્રેઇન નો-પાર્કિગ હોવાને લઈને ઉપાડી ગઈ હતી.

જોકે અશોક કુમારે જે જગ્યા પર પોતાની મોપેટ પાર્ક કરેલ હતી ત્યાં નો-પાર્કિગનું સાઈન બોર્ડ ન હતું. પહેલા 2 કલાક પોતાની ગાડી શોધવા છતાંય મળી ન હતી. જોકે પછી જયારે ગાડી મળી ત્યારે પોલીસને સન્માનીય વ્યક્તિ તરીકે સવાલ કરતા પોલીસ ભડકી ગઈ હતી અને સમગ્ર ઘટના બની હતી.

પોલીસના દૂરવ્યવહાર બાદ દપંતી આજરોજ આ મામલે ઉચ્ચ અધિકારીને લેખીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, એક કર્મચારી દારૂના નશામાં હોવાની વાત પણ અધિકારીને કરવામાં આવી હતી જોકે આ દંપતીની ફરિયાદના આધારે ટ્રાફિક અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

ટ્રાફિકના નિયમ પ્રમાણે ગમે ત્યાં ગાડી પાર્ક કરવામાં આવે તો પોલીસ દ્વારા તેને ક્રેઈનની મદદથી ઉપાડી લેવામાં આવે છે. જોકે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે સરકાર દ્વારા દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે લોકો ટ્રાફિકના નિયમ પાળશે તો આવી ઘટના નહિ બને.
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...