Home /News /south-gujarat /

Video: સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે પોલીસે ધક્કામુક્કી કરી, મહિલા નગરસેવકના કપડા પણ ફાટયા

Video: સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે પોલીસે ધક્કામુક્કી કરી, મહિલા નગરસેવકના કપડા પણ ફાટયા

પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

Surat News: આ મામલે વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈ કાલ સાંજથી ધરણા પર બેઠા હતા ત્યારે આખી રાત સદનમાં બેઠા હતા બાદ પાણી અને નળ અને પંખા બંધ કરી દીધા હતા.

વધુ જુઓ ...
સુરત મહાનગર પાલીકા (Surat Municipal Corporation)ના સદનમાં પાણીના મીટર હટાવો અને વર્ગ-4 ના કર્મચારીઓની ભરતી કરવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP Gujarat)ના કોર્પોરેટરો ધરણા પર બેઠેલા હતા ત્યારે  આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને SMC મુગલીસરા ઓફીસ ખાતેથી પહેલા લાઈટ, પંખા, એ.સી. બંધ કરી દીધી હતી અને બાદમાં પોલીસને બોલાવીને કોર્પોરેટરોને SMC માંથી બળજબરી  પૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે એટલું નહીં પણ પોલીસ (Surat Police)અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.



આ મામલે વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈ કાલ સાંજથી ધરણા પર બેઠા હતા ત્યારે આખી રાત સદનમાં બેઠા હતા બાદ પાણી અને નળ અને પંખા બંધ કરી દીધા હતા. બાદમાં પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી નાખાવાના આવ્યા પણ અમે અહિંસા માર્ગે લડાઈ લડત રહીશું. જોકે પોલીસ અને સિક્યુરિટી જવાનો દ્વારા મહિલાા કોર્પોરેટરના કપડા ફાડવા સાથે પુરુષ કોર્પોરેટરનું ગળું પકડી માર મારવામાં આવ્યો હતો.



આમ જોઈએ તો ચુંટણીમાં જીતેલા અને આપનાા કોર્પોરેટર મહાનગર પાલિકાના ટ્રસ્ટી કહેવાય પણ આ ટ્રસ્ટીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે તેને લઈને છેલ્લા લાંબા સમયથી આપના કોર્પોરેટરો સતત ફરિયાદ કરતાા રહ્યા છે. ચૂંટાયેલાા પ્રતિનિધિ હોવાને લઈને તેમને વિરોધ કરવાનો હક આપવામાં આવ્યો છે અને મહાનગરપાલિકામાં જ્યારે વિરોધ થાય ક્યારે મહાનગર પાલિકાના સિક્યુરિટી જવાનો દ્વારા જ કામગીરી કરવામાં આવતી હોય છે પણ અહીંયા તોો પોલીસને બોલાવવામાં આવે છે. જેને લઇને આ પાર્ટી દ્વારા ભૂતકાળમાં સિક્યુરિટી જવાનોને છુટા કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી કારણ કે સિક્યુરિટી હોવાા છતાં બહારથી પોલીસ બોલાવી પડે છે તે યોગ્ય નથી.
Published by:rakesh parmar
First published:

Tags: AAP Gujarat, Gujarati news, Surat police, Surat Police video

આગામી સમાચાર