સુરતના રસ્તાઓ જાણે રવિવારના દિવસે યુવાનો માટે જોખમી રીતે ગાડી ચલાવવાનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. આવાજ બે યુવાનો જોખમી રીતે ગાડી લોકોને હેરાન-પરેશાન કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં મોતના કૂવાના ખેલ જેવા કરતબ કરતા લબરમૂછિયા યુવાનો આજુબાજુના વાહન ચાલકોને હેરાન પરેશાન કરતા હતા. આ મામલે ગઈકાલે એક જાગૃતિ નાગરિકે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકો
સુરતમાં રવિવારે યુવાનો દ્વારા શહેરના અનેક માર્ગો પર યુવાનો ધૂમ સ્ટાઇલે સ્ટન્ટ સાથે જોખમી વાહનો ચલાવી અકસ્માત કરતા હોય છે. તેવામાં સુરત ના કતારગામ અને અડાજણ જોડતા જિલ્લાની બ્રિજ પર બે લબર મુછીયા પોતાની મોપેડ સાથે એવા કરતબ કરતા હતા જાણે કે મોતના કૂવાનો ખેલ ચાલતો હોય. આ સાથે રસ્તે જતા લોકો હેરાન થઈ રહ્યા હતા. જોકે આ લબરમૂછીયાઓએ થોડી પણ ભૂલ કરે તો પોતે તો મોતના મુખમાં જતા રહે પણ નજીકમાં રહેલા અન્ય વાહન ચાલકોને પણ મોતના મુખમાં લઈ જાય.
આ પણ વાંચો : સુરત : વરાછામાં હીરાની દુકાનમાં લૂંટ, 2 શખ્સો 22.3 કેરેટનું પેકેટ ઝૂંટવી ભાગ્યા, CCTVમાં ઘટના કેદ
જોકે આ બંનેને લોકોએ પકડી પાડી પાઠ પણ ભણાવ્યો હતો. જોકે કરતબ કરતા લબર મુછીયાઓનો વિડીયો પણ સોશિયલ મીડિયા વાઇરલ થયો હતો. આમતો સુરતના અનેક વિસ્તાર આવી રીતે યુવાનો આવા જોખમી કર્તબ કરતા હોય છે તેમની સામે પોલીસે લાલા આંખ કરી કાર્યવાહી કરી હતી. ત્યારે આવા ઈસમો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
તેવામાં આ વીડિયો ને લઇને લોકો અન કાર્યવાહી માંગ કરી રહ્યા છે તેની પાછળ આવી રીતે જોખમી રીતે ગાડી ચલાવી આવા યુવાનો લોકો માટે આફત સરજી શકે તેમ છે. પોલીસે શહેરના તમામ બ્રિજ પર રાત્રે સઘન પેટ્રોલિંગ કરે તો આવા અનેક આવારા તત્વો મળી આવે તેવી શક્યા છે ત્યારે આ યુવકોને પોલીસ ઝડપી પાડે તે મહત્તનું છે.
આ પણ વાંચો : જૂનાગઢ : વરસાદના કારણે મગફળી સડી જતા 20 વીઘાના પાકને સળગાવ્યો, હ્રદય દ્રાવક વીડિયો
આ વીડિયો વાયરલ થયા બાદ બંને શખ્સોને ટપાર્યા હતા પરંતુ આ પ્રકારના જોખમી સ્ટન્ટ સુરતના અનેક બ્રિજ પર અને માર્ગો પર જોવા મળે છે ત્યારે આ ઘટના બાદ પો લીસ જાગે અને આવા લબરમૂછીયાઓ સામે