સુરત: TRB જવાનની દાદાગીરીનો Video વાયરલ, પૈસા ન આપતા ધક્કો મારી બાઈકની ચાવી પડાવી લીધી

સુરત: TRB જવાનની દાદાગીરીનો Video વાયરલ, પૈસા ન આપતા ધક્કો મારી બાઈકની ચાવી પડાવી લીધી
સુરતમાં TRB જવાનની દાદાગીનો વીડિયો વાયરલ

આક્ષેપ છે કે, આ જવાનો દ્વારા આ યુવાન પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. લોકોએ સોશિયલ મીડિયામાં આ જવાનો સામે ફિટકાર લગાવી છે.

  • Share this:
સુરત પોલીસની છાપ બગાડતો અને દાદાગીરીના અનેક વીડિયો સામે આવ્યા છે, ત્યારે આ વખતએ ટ્રાફિક પોલીસની મદદ માટે તેનાત કરવામાં આવેલ ટ્રાફિક બીગેડના જવાનો વિવાદમાં આવ્યા છે. TRB જવાનો દ્વારા એક યુવાનને ટ્રાફિકના નિયમ હેઠળ અટકાવી તેની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી અને યુવાને રૂપિયા આપવાની ના પડતા આ જવાનો દ્વારા તેની ગાડી બળજબરી લઇ લેવામાં આવી હતી. જોકે આ જવાનોનો દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

કોરોના કહેર વચ્ચે સુરતમાં સતત પોલીસની દદગીરીના અનેક વીડિયો સમયે આવ્યા છે, અને વિડીયો સામે આવ્યા બાદ લોકોએ પોતાનો રોષ પણ આવા વીડિયો સામે ઠાલવ્યો છે, ત્યારે આજે વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જોકે આ વખતે વીડિયો સુરત ટ્રાફિક પોલીસની મદદ માટે તેનાત કરવામાં આવેલ ટ્રાફિક બ્રિગેડ એટલે કે TRB જવાનોની દાદાગીરી સામે આવી છે.બપોરના સમયે સુરતના સહારા દરવાજા પાસે પોતાની ફરજ પર કેટલાક TRB જવાન હતા, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનને ટ્રાફિકના નિયમ ભંગ બદલ અટકાવવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે, આ જવાનો દ્વારા આ યુવાન પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે રૂપિયાની માંગણીને લઈને યુવાન અને જવાનો વચ્ચે લાંબી રગજક ચાલી હતી.

આ પણ વાંચોસુરત: 'માતાની ઈચ્છા હતી, Coronaમાં મોત થાય તો કાનની બુટ્ટી સાથે અંતિમક્રિયા કરી, પરંતુ બુટ્ટી ગાયબ હતી'

આખરે યુવાને રૂપિયા આપવાની ના પડતા આ જવાનો ઉશ્કેરાયા હતા અને યુવાનની ગાડીની પહેલા તો ચાવી લઇ લેવામાં આવી હતી, અને ત્યારે બાદ તેને ધક્કો મારીને તેની ગાડી પરથી ઉતારી પાડી ગાડી પર કબજો કરી લેવામાં આવ્યો હતો.TRB જવાનોની દાદાગીરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે જ લોકોનો રોષ ફૂટી નીકળ્યો હતો. કોરોના મહામારી વચ્ચે લોકો પાસે રૂપિયા નથી ત્યારે આ જવાનો ખોટી રીતે અને તેમના અધિકારમાં નહીં હોવા છતાંય તોડ કરતા હોવાને લઈને લોકોએ સોશિયલ મીડિયામાં આ જવાનો સામે ફિટકાર લગાવી છે.
Published by:kiran mehta
First published:August 07, 2020, 17:55 pm

ટૉપ ન્યૂઝ