સુરત ટ્રાફિક પોલીસ ફરી વિવાદમાં, પૈસા લેતો Video સોશિયલ મીડિયા ઉપર Viral
સુરત ટ્રાફિક પોલીસ ફરી વિવાદમાં, પૈસા લેતો Video સોશિયલ મીડિયા ઉપર Viral
સુરત ટ્રાફિક પોલીસ વાયરલ વીડિયો
Surat Crime News: સુરતના મહિધરપુરા (Mahidhpura) વિસ્તારમાં પોલીસ વચ્ચે તેઓ દ્વારા લોકો પાસેથી પૈસા કરતા હોવાનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ ફરી એક વાર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરતઃ સુરત પોલીસ (surat crime News) કોઈને કોઈ મુદ્દે થોડા દિવસ રહીને વિવાદમાં આવતી હોય છે ત્યારે થોડા દિવસ પહેલા સારા દરવાજા નજીક ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા પૈસા ઉઘરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video social media) થવા પામ્યો હતો જો કે આ કેસમાં હજુ તો ઉચ્ચ અધિકારીઓએ તપાસ પૂરી નથી કરી ત્યાં તો ફરી એક વીડિયો વાયરલ થયો છે સુરતના મહિધરપુરા (Mahidhpura) વિસ્તારમાં પોલીસ વચ્ચે તેઓ દ્વારા લોકો પાસેથી પૈસા કરતા હોવાનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ ફરી એક વાર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
સુરત પોલીસને જાણે વિવાદો સાથે નાતો બની ગયો હોય તેવું લાગે છે કારણ કે થોડા સમય થાય અને પોલીસ લોકો પાસેથી પૈસા કરતી હોય તેવા વિવાદો ઊભા થતા હોય છે ક્યાંક સામાન્ય માણસ પાસે પૈસા નો દુર કરવો તો ત્યાં જ પોલીસ કર્મચારી લેતા પકડાતા હોય છે ત્યારે કેટલી જગ્યા ઉપર પોલીસ ખાનગી માણસો દ્વારા લોકો પાસેથી જાહેર રોડ પર ઉઘરાણું કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે.
એક અઠવાડિયા પહેલાં સુરતના થતા દરવાજા નજીક સવારના સમયે ટ્રાફિક પોલીસ જવાનો સાથે ખાનગીમાં નો શોખ આવતા જતા વાહનો પાસે પૈસા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો કે વીડિયોને લઈને ઉચ્ચ અધિકારીઓની એક ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે તપાસ પૂર્ણ થાય તે પહેલા બીજો એક વીડિયો વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેશનથી કતારગામ જતા રોડ પર પોલીસ કર્મચારીઓ લોકો ઉભા રાખી વચેટિયાઓ મારફતે પૈસા લેતા હું અને સતત ફરિયાદો સાથેના આક્ષેપો થયા હતા જોકે આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા આ પ્રકારના વિડીયો પોલીસ ખાનગી માણસો પાસેથી પૈસા ઉઘરાવતા હોય તે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
આ વીડિયો વાયરલ થતાં ની સાથે જ ફરી એક વખત સુરતમાં ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે.જોકે વીડિયો વાયરલ થતાં ની સાથે જ પડી એક વખત ખળભળાટ મચી જવા પામ્યો છે થરા દરવાજાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ પૂર્ણ નથી કરી ત્યાં તો બીજો વિડીયો સામે આવતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા પોલીસ કોઈને કોઈ પ્રકારે લોકો પાસેથી પૈસા કરતી હોય તેવું આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર