સુરત : દારૂની 'રાત્રિ બજાર'નો Live વીડિયો થયો Viral, દારૂડિયા અને બૂટલેગરોએ તમામ હદ વટાવી

સુરત : દારૂની 'રાત્રિ બજાર'નો Live વીડિયો થયો Viral, દારૂડિયા અને બૂટલેગરોએ તમામ હદ વટાવી
સુરતમાં જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ

વીડિયો સુરતના પાંડેસરવા વિસ્તારના નામે વાયરલ, ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વાયરલ વીડિયોની પુષ્ટી

  • Share this:
સુરત : સુરત શહેરમાં એક બાજુ તંત્ર સંક્રમણ અટકાવવા માટે બજારોની ભીડ ટાળવા માટે બજારો બંધ કરાવી રહી છે, જ્યારે બીજી બાજુ રાત પડતાની સાથે ખુલ્લેઆમ દારૂની 'રાત્રિ બજાર' ભરાતી હોવાની ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં કથિત રીતે રોજ રાત્રે દારૂની મહેફિલ સજે છે. આ વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયોની પુષ્ટી ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પરંતુ જે દૃશ્યો સામે આવ્યા છે તે જ્યાંનાં હોય ત્યાંના પરતું સિસ્ટમ સામે મોટો સવાલ છે.

જે શાકમાર્કેટને તંત્ર કોરોના સંક્રમણના નામે ચાલવા નથી દેતું ત્યાં દારૂની પોટલીઓનું આવી રીતે ખુલ્લેઆમ થતું વેચાણ એ તંત્રના ગાલ પર સણસણતો તમાચો છે. દારૂડિયા અને વેચાણ કર્તા બૂટલેગરોએ તમામ હદો પાર કરી હોય તેમ આ ખેલ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. આ વીડિયો કથિત રીતે પાંડેસરાના શિવાજી નગરનો હોવાની ચર્ચા છે.આ પણ વાંચો : સુરત : દારૂબંધીના ધજાગરા ઉડાડતો Live Video વાયરલ, રેકડીમાં ખુલ્લેઆમ વેચાણ!

સુરત : ખુલ્લેઆમ ભરાતા દારૂના 'રાત્રિ બજાર'નો વીડિયો વાયરલ થતા ખળભળાટ, સુરતના પાંડેસરા વિસ્તારનો વીડિયો હોવાનો દાવો, ન્યૂઝ 18 નથી કરતુ પુષ્ટી pic.twitter.com/ZgUR4yRPXd

— News18Gujarati (@News18Guj) May 4, 2021એક તરફ સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મીની લૉકડાઉનની સ્થિતિ છે બીજી બાજુ કોરોનાને કાબૂમાં રાખવામાં માટે બજારો બંધ રાખવામાં આવે છે ત્યારે જાહે મિલકતમાં આવી રીતે અસામાજિક તત્વો કોના આશિર્વાદથી આ પ્રવૃત્તી ચલાવી રહ્યા છે તે મોટો સવાલ થાય છે. અહીં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો પણ જોડવામાં આવ્યો છે જેના આધારે દર્શકો જાતે જ નક્કી કરી શકે છે કે શું આ વ્યાજબી છે?

આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

જોકે, ચોમેરથી સુરત પોલીસ પર આ પ્રકારની ઘટનાઓને ડામવાનું દબાણ છે. જોકે, પોલીસ દ્વારા આ વાયરલ વીડિયો અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. દરમિયાન આ વીડિયો ક્યારનો છે અને સુરતનો પણ છે કે કેમ તેના અંગે પણ ગંભીર સવાલો છે. પરંતુ જાણકારો આ વીડિયો પાંડેસરાનો જ હોવાનું કહી રહ્યા છે પરંતુ વાયરલ હોવાથી તેની સત્યતા અને સમયની પુષ્ટી થઈ શકતી નથી. વધુ સત્ય તો પોલીસ તપાસ થાય તો જ સામે આવી શકે છે.
Published by:Jay Mishra
First published:May 04, 2021, 18:51 pm

ટૉપ ન્યૂઝ