જગુજરાતમાં દારૂબંધી (Liquor Ban Gujarat) છે પણ દારૂબંધી કાગળ પર છે ત્યારે સુરત જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) તેની ટિમ સાથે દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર ઠૂમકા મારી દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ (Viral Video of Home Guard Liquor Party) થયો છે જોકે આ કર્મચારી પાંચ જેટલી દારૂની બોટલ દારૂ પી ગયા હતા જોકે વીડીયો વાઇરલ થતા પોલીસ (Police) હવે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર કરવામાં આવે છે અને દારૂ પકડવાની જવાબદારી હોય તેવા કર્મચારીઓની દારૂની પાર્ટી કરતા છાસવારે વીડિયો વાઇરલ થાય છે. ત્યારે આજે વધુ એક દારૂ પાર્ટીનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જોકે આ વખતે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડભારી ગામે આવેલ દરિયા કિનારે કેટલાક લોકો દારૂની પાર્ટી સાથે ફિલ્મી ગીત પર ઠૂમકા મારતા જોવા મળ્યા હત. જોકે આ વીડિયોમાં દેખાતો એક યુવાન સાયણના હોમગાડ ના ઈન્ચાર્જ કમાન્ડિંગ છે જોકે તેમની સાથે ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાન છે.
દારૂના ગ્લાસ આપતો વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ છે.જોકે આ વીડિયો 26મી જાન્યુઆરીના દિવસ નો છે આ દિવસે રાજ્યના હોમગાર્ડ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટના કમાન્ડર અને તેના અન્ય જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠુમકા લેતા હતા.
આ પણ વાંચો : રાજકોટ : કારના અકસ્માત બાદ 'આગનું તાંડવ,' ચાલકનો આબાદ બચાવ થતા 'મોતને હાથતાળી'
જોકે આ કર્મચારી દારૂ પીધો પણ એક બે નહિ પણ પાંચ જેટલી દારૂની બોટલ પુરી કરી આ બોટલ દરિયા કિનારે મૂકી હતી. જોકે વીડિયો વાઈરલ થતા આ મામલે પોલીસ વિભાગમાં પણ ભારે ચર્ચા ઉભી કરી છે.જોકે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાઈ કરવા માટે હોમગાર્જના કમાન્ડન્ટને સૂચના આપી છે, ત્યારે સુરત જિલ્લમાં આવી ઘટનાઓ જાણે કે સામાન્ય બની રહી છે.
આ પણ વાંચો : આને કહેવાય ચમત્કાર: માથે ખાબક્યું હજારો કિલોનું 'મોત' છતાં ચાલકનો થયો આબાદ બચાવ
ત્યારે દારૂ વેચાણ અંગે અનેક અધિકારી રેન્જ આઇજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આજ વિસ્તારમાં દારૂની પાર્ટી મામલે રવે વીડિયો વાયરલ થઈ ગયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ હોમગાર્ડ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે તે દિશા માં પણ તપાસ શરુ કરવામાં આવી છે.