Home /News /south-gujarat /VIDEO: બાળકોને મારવાનો પ્રયાસ કરતી મહિલાની બાળકોની માતાઓએ જાહેરમાં ધબધબાટી બોલાવી

VIDEO: બાળકોને મારવાનો પ્રયાસ કરતી મહિલાની બાળકોની માતાઓએ જાહેરમાં ધબધબાટી બોલાવી

આ ઘટનામાં પાંચ જેટલી મહિલાઓએ એક મહિલાને માર માર્યો હતો.

Surat news: સુરત (Surat news)ના સૌથી પોશ ગણાતા એવા અઠવાલાઇન્સ વિસ્તારમાં ગત રાત્રિએ એક મારામારીની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સુરત (Surat news)ના સૌથી પોશ ગણાતા એવા અઠવાલાઇન્સ વિસ્તારમાં ગત રાત્રિએ એક મારામારીની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સુરતના આઠવાલાઇન વિસ્તારમાં ચોપાટીને જીત પાર્કિંગમાં રહેતા અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાનું સંપૂર્ણ મકાન ધમાલ મચાવી એક મહિલાએ તોડી નાખ્યું હતું ત્યારબાદ આ બાબતે કહેવા જતાં મહિલાએ અન્ય મહિલાઓના બાળકો પર હુમલાનો પ્રયાસ કરતાં વધુ મહિલાઓએ તમાશો કરતી મહિલાને જાહેરમાં માર માર્યો હતો. જોકે લાકડીના ફટકાથી લઇ તમામ વસ્તુઓ માર મારતા હોવાનો વીડિયો સ્થાનિક લોકો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ (fights between women Video) કર્યો હતો.

સુરતમાં સૌથી ભરચક એવા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી ચોપાટીને જીવ પાર્કિંગમાં સમિત મહિલાઓએ એક મહિલાને જાહેરમાં રસ્તામાં દોડાવીને માર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ ઘટના જે વિસ્તારમાં અને ત્યાંથી માત્ર 10 મીટર દૂર જ પોલીસ ચોકી આવેલી છે. અહીં કેટલીક મહિલાઓએ હાથમાં લાકડીઓ લઇ એક મહિલાને માર માર્યો હતો અને સરાજાહેર રસ્તા પર દોડાવીને માર માર્યો હતો.



આ ઘટનામાં પાંચ જેટલી મહિલાઓએ એક મહિલાને માર માર્યો હતો. વીડિયોમાં માર  ખાનારી મહિલાએ અન્ય મહિલાઓના ઘર તોડી નાખ્યા હતા અને ઘરમાં રહેલો સામાન રસ્તામાં ફેંકી દીધો હતો. જેને લઇને તમામ મહિલાઓ આ ધમાલ કરતી મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ધમાલ કરતી મહિલા સમજવાની જગ્યા પર સમજાવેલી મહિલાઓ પર તૂટી પડી હતી અને તેમને પત્થર મારવા લાગી હતી ત્યારબાદ બાળકોને મારવા દોડી હતી ત્યારે તમામ સમિતિ મહિલાઓએ એકત્ર થઇ નક્કી કર્યું હતું કે આજે આ મહિલાને સબક શીખવવો જોઈએ અને પોતાના હાથમાં લાકડીઓ લઈને આ ધમાલ કરતી મહિલાને જાહેરમાં ફટકારવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો- Punjab Election Results 2022: વિધાનસભાની ચૂંટણીના પરિણામ, હવે આખા દેશમાં ઈન્ક્લાબ થશે- કેજરીવાલ

જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે બંને પક્ષકારો માર ખાનાર મહિલાઓને માર મારવાવાળી મહિલાઓ અને પોલીસ સ્ટેશન લઇ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે ધમાલ કરતી મહિલા ચોપાટી પર જ લાંબા સમયથી રહે છે અને મન ફાવે તે પ્રમાણે દાદાગીરી કરી લોકો સાથે બેહૂદું વર્તન કરતી હતી. પોતાના બાળકોને માર મારવા આવતી હતી. જેને લઈને બાળકોને બચાવવા માટે મહિલાઓએ એકત્ર થઇને લાકડીઓના ફટકા વડે આ મહિલાને ફટકારી હતી.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gujarati news, Surat news, Surat police, Surat video, સુરત પોલીસ, સુરતના સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો