Surat: સુરતના ડિંડોલી વિસ્તારમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું, લોકો મૂકપ્રેક્ષક બની વીડિયો બનાવતા રહ્યા
Surat: સુરતના ડિંડોલી વિસ્તારમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું, લોકો મૂકપ્રેક્ષક બની વીડિયો બનાવતા રહ્યા
મોટી સંખ્યામાં લોકો ઊભા હતા તે બંને પરિવારોની મારામારી પ્રેક્ષક બનીને જોતા હતા
છુટ્ટા હાથની શરૂ થયેલી આ મારામારીમાં બંને પરિવારો લાકડીઓ જેવા હથિયારો લઈને એકબીજાને મારવા માંડ્યા હતા ત્યારે આ સમયે ત્યાં ઉભેલા લોકોએ આ ઝઘડો શાંત પાડવાની જગ્યા પર મુક પ્રેક્ષક બનીને તમાશો જોતા પણ નજરે પડ્યા હતા.
સુરત (Surat Crime News)માં રોજ ગુનાખોરીની કોઈને કોઈ ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થતી જોવા મળે છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં (Dindoli Area) બે પરિવારો વચ્ચે અંગત કારણોને લઇને છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા (Surat Video Viral)માં વાયરલ થયો હતો. જોકે આ સમયે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઊભા હતા તે બંને પરિવારોની મારામારી પ્રેક્ષક બનીને જોતા હતા. વીડિયો વાયરલ થતાંની સાથે પોલીસે બંને પરિવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે જ લોકોમાં પોલીસની બીક રહી નથી અને સામાન્ય બાબતે કાયદો હાથમાં લેતા હવે લોકો જર પણ ગભરાતા નથી. જોકે આ જ પ્રકારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવી જ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં બે પરિવારોને અંગત કારણોસર માથાકૂટ થઈ હતી. જેને જોતા બંને પરિવારો છૂટાહાથની મારામારી પર આવી ગયા હતા. જોકે આ ઘટના ગોડાદરા ઓવરબ્રીજ નીચે બે પરિવારો વચ્ચે થઇ હતી. આ માથાકૂટ થયા બાદ જોતજોતામાં ઝઘડો એટલો ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું કે બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી.
છુટ્ટા હાથની શરૂ થયેલી આ મારામારીમાં બંને પરિવારો લાકડીઓ જેવા હથિયારો લઈને એકબીજાને મારવા માંડ્યા હતા ત્યારે આ સમયે ત્યાં ઉભેલા લોકોએ આ ઝઘડો શાંત પાડવાની જગ્યા પર મુક પ્રેક્ષક બનીને તમાશો જોતા પણ નજરે પડ્યા હતા. ઝઘડો એટલો ઉગ્ર ગયો હતો કે ત્યાં જોતજોતામાં ગલી મોરલો જાણે યુદ્ધનું મેદાન બની ગયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે આ ઘટના બાદ બંને પરિવારો પોલીસ મથકે પહોંચી સામસામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બંને પરિવારની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે જ પોલીસે બંને પરિવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર