સુરત : 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લીફ્ટમાં ફસાયો બાળક, પછી શું થયું જુઓ Videoમાં


Updated: September 14, 2020, 7:49 PM IST
સુરત : 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લીફ્ટમાં ફસાયો બાળક, પછી શું થયું જુઓ Videoમાં
બિલ્ડીંગના રહેવાસીઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો

એપાર્ટમેન્ટમાં રહેતા તમામ માતાપિતા અચૂક જુએ, લાલબત્તી સમાન કિસ્સો, તમારી બિલ્ડીંગની લિફ્ટનું ટેકનિકલ હાઇજીન નિયમીત રૂપે ચેક કરો છો?

  • Share this:
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઉતરાણ (Mota varacha Surat) એક એપાર્ટમેન્ટમાં (Utran surat) આજે એક બાળક રમતા રમતા અચાનક લિફ્ટમાં ફસાય ગયો હતો જોકે ઘણાની જાણકારી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ફાયર ને આપતા ફાયર બ્રિગેડ બનાવ વાળી જગ્યા પાર આવીને બાળકને રેસક્યૂ કરી (Rescue by fire brigade) બહાર કાઢ્યો હતો. જોકે બાળક એટલી હદે ગભરાયેલ હતો તે હેબતાઈ ગયો હતો ત્યારે બીજી બાજુ બિલ્ડર દ્વારા દ્વારા હલકી ગુણવત્તાની લીફ્ટ મૂકવામાં આવી હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા

બનાવની વિગત એવી છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા  ઉતરાણ વિસ્તારમાં આવેલી એમ્પોરીસ ગેલેક્સિ નામની બિલ્ડીંગમાં બપોરના સમયે એક બાળક રમતા રમતા લિફ્ટમાં  ફસાઈ ગયું હતું એમ્પોરીસ બિલ્ડીંગના બી વિભાગમાં રહેતો વંશ પરેશ સવાણી(ઉ.વ.આ.10) પોતાના મિત્રો સાથે રમવા માટે બિલ્ડીંગ નંબર ડીની લિફ્ટમાં જઈ રહ્યો હતો.

આ પણ વાંચો :  24 કલાકમાં રાજ્યમાં Coronaના 1334 નવા કેસ, 1255 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.84%

12 માળની આ બિલ્ડીંગ વંશ પાંચ અને છઠ્ઠા માળની વચ્ચે ફસાઈ ગયો હતો.જોકે બાળક ફસાય ગયા બાદ બુમાબુમ કરતા રહીશો દોડી આવ્યા હતા અને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એપાર્ટમેન્ટના રહીશોને સફળતા નહિ મળતા આ ઘટનાની જણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી જોકે ફાયર વિભાગ તાતકાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ બાળકને રેસક્યૂ કરી કાઢ્યો હતો.ફાયરે લિફ્ટના દરવાજા તોડીને બાળકને બચાવ્યું છે. બચાવાયેલું બાળક હાલ ડરના માર્યો હેબતાઈ ગયો હતો.  જોકે રહીશો દ્વારા  એમ્પોરીસ બિલ્ડીંગના બિલ્ડરો દ્વારા 88 ફ્લેટના રહિશો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. લિફ્ટની ક્વોલિટી ખૂબ નિમ્ન કક્ષાની છે. અગાઉ પણ એક વખત લિફ્ટ પાંચમા માળેથી ઝડપભેર ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. જેમાં એક દાદાને કમરના મણકાની તકલીફ થઈ ગઈ હતી તેવું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : પ્રણય ત્રિકોણમાં યુવકની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા, પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

બિલ્ડીંગમાં પાર્કિંગ અને ફાયરબ્રિગેડની ગાડીઓ આવી શકે તેવી પણ વ્યવસ્થા નથી. જેથી અગાઉ જ બિલ્ડરો સામે ફરિયાદ રેરા અને પાલિકા કમિશનરને આપવામાં આવી છે જોકે આ ઘટના બાદ રહીશો તંત્ર સાતે બિલ્ડર સામે રોષ ભબહુકી ઉઠ્યો છે
Published by: Jay Mishra
First published: September 14, 2020, 7:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading