સુરત : ચેક પોસ્ટ પર પોલીસ પૈસા ઉઘરાવતી હોવાનો વીડિયો થયો વાયરલ


Updated: December 18, 2019, 11:18 AM IST
સુરત : ચેક પોસ્ટ પર પોલીસ પૈસા ઉઘરાવતી હોવાનો વીડિયો થયો વાયરલ
પોલીસ હપ્તા ઉઘરાવી રહી હોવાનો પુરાવો.

શહેરના પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરવાની જગ્યા પર રૂપિયા ઉઘરાવી શહેર માથે જોખમ ઉભું કરનારા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

  • Share this:
સુરત : શહેરના છેવાડે આવેલા સીમાડા કેનાલ રોડ પર આવેલી ચેક પોસ્ટ પર દર શનિવારે અને રવિવારે ગેરકાયદે રીતે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સુરત શહેરમાં બહારથી આવતા વાહનો શહેરમાં પ્રવેશે ત્યારે પોલીસ પૈસા ઉઘરાવતી હોવાનું માલુમ પડે છે. ખાસ કરીને ટેમ્પોના ચાલકો 50થી 100 રૂપિયા આપી દેતા હોય તેવું વીડિયોમાં સામે આવ્યું છે. પોલીસની કનડગતથી બચવા માટે વાહન ચાલકો પૈસા આપી દે છે. આ મામલે એક જાગૃત નાગરિકે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના પ્રવેશ દ્વારા પર આવેલી સિમાડા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચાલકોને પરેશાન કરવમાં આવી રહ્યા છે. ખાસ કરીને દરરોજ આવનજાવન કરતા ટેમ્પો અને ટ્રકવાળાઓપાસેથી પોલીસ પૈસાની માંગણી કરે છે. ખાખી વર્દીના રૌફ સામે કોઈ કંઈ બોલી નથી રહ્યા. પરંતુ એક જાગૃત નાગરિક પોતાની વાહન પર જતા હતા ત્યારે સિમાડા ચેક પોસ્ટ પર ટ્રાફિક જામ હતો. આ મામલે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, પોલીસ નિયમિત અવર-જવર કરતા ટેમ્પો-ટ્રકના ડ્રાયવરો પાસેથી અઠવાડિયાનો હપ્તો ઉઘરાવી રહી છે.આથી આ જાગૃત નાગરિકે કૌભાંડ ખુલ્લું પાડવા માટે પોલીસ કર્મચારીની હપ્તાખોરીની વીડિયો બનાવી લીધી હતો. જેમાં જોઈ શકાય છે કે પોલીસ પૈસા લઈને ટેમ્પો ચાલકોને જવા દે છે. પૈસા લીધા પછી પોલીસ ટેમ્પોમાં શું સામાન ભર્યો છે તેની તપાસ પણ નથી કરતી.

આ મામલે એક ટેમ્પોવાળાએ કહ્યુ કે, દર શનિવારે 50 રૂપિયાનો હપ્તો પોલીસને આપવો પડે છે. આ મામલે જાગૃત નાગરિકે વીડિયો ઉતારવાની સાથે સાથે સુરત પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે. તેમના કહેવા પ્રમાણે 50 થી 100 રૂપિયા માટે ચેક પોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારી ફરજ ન બજાવવા ઉપરાંત શહેર માથે મોટું જોખમ પણ ઉભું કરી રહ્યા છે. કારણ કે આંતકવાદી દ્વારા ભૂતકાળમાં સુરત શહેરને બરબાદ કરવા માટે અનેક બૉમ્બ મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસો આદેશ કરવામાં આવ્યો છે.
First published: December 18, 2019, 11:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading