Video : સુરતમાં બેકાબૂ કાર થાંભલા સાથે અથડાતા આગ લાગી, બાળકનો ચમત્કારિક બચાવ


Updated: January 31, 2020, 9:41 AM IST
Video : સુરતમાં બેકાબૂ કાર થાંભલા સાથે અથડાતા આગ લાગી, બાળકનો ચમત્કારિક બચાવ
જો સ્થાનિકોએ સમયસર બચાવ્યા ન હોત તો મોટી દુર્ઘટના થઈ હોત

ગાડીના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો, આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યા

  • Share this:
સુરત : સુરતના ઉગત કેનાલ વિસ્તારમાં આવેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ગાડીના ડ્રાઇવરે ગાડી પરનું નિયંત્રણ ગુમાવતા કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાતા આગ લાગી હતી. જોકે સ્થાનિક લોકો દોડી આવતા ગાડીમાં સવાર તમામ લોકો ચમત્કારી બચાવ થયો હતો.

સુરતમાં આજે એક એવી ઘટના બની છે તે જાણીને ભલભલા ના રુવાડા ઉભા થઇ જાય ઉગત કેનાલ રોડ પર આવેલ smc આવાસમાં આજે એક કારે પ્રવેશ કર્યો હતો. ગાડી પ્રવેશ કરતા ની સાથે ડ્રાઇવરે ગાડીના સ્ટિયરીંગ પરનું નિયંત્રણ ગુમાવી નાખ્યું હતું જેને લઇને આવાસમાં પાર્ક કરેલ બાઇકોને પહેલાં અડફેટે લઈને તેનો કચ્ચરઘાણ બોલાવ્યો હતો ત્યારબાદ આગળ વધતા રસ્તામાંથી પસાર થતા બાળક અડફેટે આવતાઆવતા બચ્યો હતો જેને લઇને બાળક નો ચમત્કારી બચાવ થયો હતો.

આ પણ વાંચો :  ચોથી ડિસેમ્બર, 2019ના સરકારે કહ્યું, હેલ્મેટ મરજીયાત; હવે કહ્યું, 'પાછળ બેસનારે પણ પહેરવું પડશે'



જોકે તે સમયે ગાડી નજીકમાં આવેલ ઇલેક્ટ્રિક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને લઇને આ ગાડીમાં આગ લાગી જવા પામી હતી. ગાડી અથડાવાના અવાજથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકો એ જોયું કે ગાડીમાં આગ લાગી છે જેને લઇને ગાડીમાં સવાર લોકોને  સ્થાનિક લોકોએ  બહાર કાઢીને બહાર બેસાડી ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ સમયે રાહદારીઓ રસ્તા પર હોત તો ગાડી અનેકને અડફેટે લઈ લેત અને જો સ્થાનિક લોકો ન આવ્યા હોત તો ગાડીમાં બેસેલ લોકો બળીને ભડથું થઈ જાત. જોકે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
First published: January 31, 2020
વધુ વાંચો
अगली ख़बर