Video:સુરતમાં વાહન બાજુમાં લેવાનું કહેતા આવેશમાં આવી ચાલકે ટ્રાફિક TRB જવાન ઉપર અસ્ત્રા વડે કર્યો હુમલો


Updated: July 2, 2020, 7:42 PM IST
Video:સુરતમાં વાહન બાજુમાં લેવાનું કહેતા આવેશમાં આવી ચાલકે ટ્રાફિક TRB જવાન ઉપર અસ્ત્રા વડે કર્યો હુમલો
ઘટના સ્થળની તસવીર

યુવાન છોડવા સ્થનિક લોકો સાથે  કેટલીક મહિલાઓ પણ દોડી આવી હતી. જેને લઇને મહિલાઓ સાથે પણ પોલીસને ઘર્ષણ થયું હતું.

  • Share this:
સુરતઃ શહેરના ઉન વિસ્તાર શના મીલ બેકરી ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણ રૂપ પાર્ક બોલેરો પીક અપ વાનને સાઇડ પર લેવાનું કહેતા ચાલકે ટીઆરબી જવાન (TRB jawan) સાથે પહેલા માથાકૂટ કરી હતી. ત્યારબાદ કન્ટ્રોલ રૂમને (control room) ફોન કરવા જતાં તેના પર અસ્ત્રા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના સાથે કર્મચારીનો મોબાઇલ ફોન (Mobile phone) તોડી નાંખી નાખતા પોલીસે (police) ધરપકડ કરી હતી.

કોરોના વાયરસના (coronavirus) લોકડાઉન (lockdown) બાદ સતત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને (Traffic rules) લઇને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તેવામાં ગતરોજ સચિન નજીક ઉન પાટિયા શના મીલ બેકરી ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટીઆરબી જવાન આકાશ પાડુંરંગ પવાર પોતાની ફરજ પર હાજર હતો. તે સમયે રસ્તા ને નડતર રૂપ એક ગાડી ઉભી હતી.

આ ટીઆરબી જવાન દ્વારા આ ગાડી ચાલકઆતીફ હુસેનમીયા શેખ ગાડી હટાવાનું કહેતા તે આ જવાન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.  આ ગાડી ચાલક ઉશ્કેરાય ગયો હતો અને ગાડી ચાલકએક ફેંટ મારી દેતા ટીઆરબી આકાશને લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા પોતાનો મોબાઇલ ફોન કાઢ્યો હતો.

આ પણ વાંચોઃ-કૂદરતે ફરીથી બિહાર ઉપર વરસાવ્યો કહેર, આકાશી વીજળી પડવાથી 25 લોકોના મોત

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ચોટીલાના ગુંદા ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ, કાકા-ભત્રીજાની હત્યા

પરંતુ આતીફે મોબાઇલ ફોન ખેંચી રસ્તા પર ફેંકી તોડી નાંખ્યો હતો અને ખિસ્સામાંથી અસ્ત્રો કાઢી કપાળ અને માથાના ભાગે મારી દેતા ગંભીર ઇજા થઇ હતી. જોકે ઘટનાની જાણકારી સચિન જીઆઇડીસી પોલીસને (sachin GIDC police) મળતા તે પણ બનાવ વાળી જગ્યા ઉપર દોડી આવ્યા હતા. અને આ યુવાનને ઝડપી પાડ્યો હતો.


જોકે યુવાન છોડવા સ્થનિક લોકો સાથે  કેટલીક મહિલાઓ પણ દોડી આવી હતી. જેને લઇને મહિલાઓ સાથે પણ પોલીસને ઘર્ષણ થયું હતું. પોલીસે ટીઆરબી જવાન પર હુમલો કરનાર ગાડીના ડ્રાઈવરની સરકારી કર્મચારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે ધરપકડ કરી હતી.
First published: July 2, 2020, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading