Home /News /south-gujarat /સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

વેસુમાં શંકાસ્પદ હીટ એન્ડ રન, મૃતક યુવક વીડિયોમાં ડંડો લઈ રસ્તો ક્રોસ કરતો દેખાયો

હાથમાં ડંડો લઈને બાઈકમાંથી ઉતરી રસ્તો ક્રોસ કરવા જતા આશાસ્પદ યુવકને એક પુરપાટે આવતી મોટર સાયકલે ઉડાવ્યો, યુવક ડીવાઇડરની બીજી બાજુ પ?

સુરત : હજુ તો થોડા સમય પહેલાં જ સુરતના (Surat) વેસુ (Vesu) વિસ્તારમાં હીટ એન્ડ રનની (Hit and Run) ઘટના સામે આવી હતી. આવી જ એક હીટ એન્ડ રનની નવી ઘટના ફરી સામે આવી છે. અહીંયા એક બાઇક ચાલકની ટક્કર (Accident) રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું મોત (Death) થઈ ગયું છે. જોકે, હાથમાં ડંડો લઈને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા યુવકનો અન્ય લોકો સાથે ઝઘડો થયો હોવાની આશંકાએ પોલીસને (Police) મુંઝવણમાં મૂકી છે. સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં (CCTV Video) કેદ થઈ જતા વીડિયો વાયરલ (Viral) થયો છે.

બનાવની વિગતો એવી છે કે આજે સુરતના વેસુ વિસ્તારમાં બાઇકની હીટ-એન્ડ-રનની ઘટના સામે આવી છે. અહીંયા રોડ ક્રોસ કરવા જતા હિતેશ રાય નામના યુવકનું મોત થયું છે. જોકે, હિતેશ જ્યારે રસ્તો ક્રોસ કરવા તેના મિત્રની બાઇકમાંથી ઉતર્યો ત્યારે તેના હાથમાં ડંડો હતો. માટે ઝઘડો થયો હોવાની આશંકા છે. જ્યારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક બાઇકે અચાનક તેને ઉડાડ્યો માટે આ ઘટના અકસ્માત છે કે હત્યા તે અંગે મૂંઝવણ શરૂ થઈ છે.

આ પણ વાંચો : સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

મૃતકના પિતા આશિષ રાયે જણાવ્યું કે તેનો દીકરો ત્રણ મહિના પહેલા ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો હતો. હિતેશ બીએ ફર્સ્ટ ઈયરનો વિદ્યાર્થી હતો અને આજે ઘરે કઈ પણ કહ્યા વગર નીકળ્યો હતો. જોકે, દરમિયાનમાં બપોર પડતા સુધીમાં તેના મોતના સમાચાર આવતા પરિવાર માટે આભ ફાટી પડ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ મિત્રોનો કોઈ ઝઘડો થયો હતો. જેમાં તે ત્રણ સવારી બાઇકમાં નીકળ્યો અને સીસીટીવી વીડિયોમાં બાઇક પરથી ઉતરતો જોવા મળ્યો હતો. જોકે, જ્યારે હિતેશ બાઇક પરથી ઉતર્યો ત્યારે તેના હાથમાં ડંડો હતો. ઘટનાનો સીસીટીવી વીડિયો આ કેસની ગુત્થી સુલજાવામાં પોલીસની મદદ કરશે પરંતુ પોલીસને આ મામલે કઈક જુદું રંધાયું હોવાની ગંધ આવી રહી છે.

આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

આ પણ વાંચો : અમદાવાદ : Indigoની ફ્લાઇટમાં મુસાફરના સામાનમાંથી ચોરાઈ રોકડ, ફરિયાદ કરતા કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો : કલેક્ટરને યુવક સાથે 'દાદાગીરી' કરવી ભારે પડી, Video Viral થતા મુખ્યમંત્રીએ કરી કાર્યવાહી

જોકે, તેના કેટલાક મિત્રો હિતેશને સિવિલમાં લઈને આવ્યા હતા. હવે આ મામલે પોલીસ કેવી રીતે તપાસ કરે છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ સમગ્ર અકસ્માત શંકાના દાયરામાં છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થાય તો તેનું રહસ્ય ઉકેલાય તેવું પણ જાણકારોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પણ વેસુમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ત્યારે આ ઘટનામાં પણ હીટ એન્ડ રન જેવું જણાઈ રહ્યુ છે.
Published by:Jay Mishra
First published:

Tags: Live video, Surat CCTV Video, Surat viral video, સુરત

विज्ञापन
विज्ञापन