Home /News /south-gujarat /

લીલા દુષ્કાળથી શાકભાજીના ભાવમાં 40%નો વધારો, ગૃહિણીઓ પરેશાન

લીલા દુષ્કાળથી શાકભાજીના ભાવમાં 40%નો વધારો, ગૃહિણીઓ પરેશાન

પ્રતિકાત્મક તસવીર

સતત વરસી રહેલા વરસાદને કારણે બજારમાં શાકભાજી આવતા નથી, નવો સ્ટોક નહીં આવે ત્યાં સુધી ભાવ ઊંચા જ રહેશે.

    કિર્તેશ પટેલ, સુરત : રાજ્યમાં અત્યાર સુધી 140 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક જગ્યાએ લીલા દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા અઠવાડિયાથી જે પ્રમામે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. અંદાજ પ્રામણે શાકભાજીના ભાવમાં 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વધારાને કારણે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. શાકભાજીના વેપારીઓના કહેવા પ્રમાણે હજી 15 દિવસ સુધી આવી સ્થિતિ જોવા મળશે.

    છેલ્લા એક અઠવાડિયાથી સુરતના બજારમાં શાકભાજીના ભાવમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આ પાછળ મુખ્ય કારણ છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલો વરસાદ અને તેના કારણે લીલો દુષ્કાળ છે. વરસાથી બજારમાં નવા શાકભાજી નથી આવી રહ્યા. જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને વરસાદને લઈને ખેતરો અન્ય પાકોની સાથે સાથે શાકભાજીના પાકોને પણ નુકસાન થયું છે. હવે જ્યાં સુધી નવા શાકભાજી બજારમાં નહીં આવે ત્યાં સુધી ભાવો ઊંચા જ રહેશે.



    હાલમાં જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે તેને કારણે સૌથી વધુ તકલીફ મધ્યમવર્ગીય લોકોને પડી રહી છે. મધ્યમવર્ગીય લોકો દ્વારા મહિનાની શરૂઆતમાં પોતાનું એક બજેટ નક્કી કરવામાં આવતું હોય છે. એ બજેટ અનુસાર જ સમગ્ર મહિનાનો ખર્ચ કરવાનો હોય છે, પરંતુ શાકભાજીના ભાવમાં 40 ટકા જેટલો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ કારણે જે લોકો પહેલા કિલો અને બે કિલો શાકભાજી લેતા હતા તેઓ હવે 500 ગ્રામ અથવા 250 ગ્રામ લઇને કામ ચલાવી રહ્યા છે. સાથે જ શાકભાજીના વેપારીઓ પણ પોતાનો ધંધો ચલાવવા માટે વેપાર કરી રહ્યા છે.



























































































































    નામપહેલાનવા ભાવ
    ભીંડા4060
    પર્વત4060
    ગુવાર50100
    રીંગણ4080
    વટાણા160240
    તુંરિયા6060
    ફ્લાવર6080
    કોબિજ4060
    દૂધી4070
    કાંદા2060
    બટાકા1520
    કેપ્સિકમ6070
    પાપડી10050
    તુવેર100150
    ચોરી100120
    લિંબુ60100
    મરચા4060
    કોથમીર80120
    ટામેટા4050
    આદુ100130
    લસણ130180
    પાલક6080
    મેથી6080
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kitchen, Vegetable, ખોરાક, ગુજરાત, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन