સુરતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગુહિણીઓનું બજેટ બગડ્યું
સુરતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગુહિણીઓનું બજેટ બગડ્યું
સુરત શાકભાજીના ભાવ
સુરતના બજારમાં માલ નહિ આવતા શકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. જોકે ખેડૂતનો નવો પાક નહીં નીકળે ત્યાં સુધી લોકોને શિયાળામાં ઉચ્ચા ભાવનું શાકભાજી ખાવું પડશે.
સુરત: આ વર્ષે વધુ વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાની વારો આવ્યો છે ત્યારે બીજી બાજુ ઉત્પાદન ઓછું થવાને લઈને બજારમાં શાકભાજી ઓછું આવતા તમામ વાસ્તુના ભાવ સતત વધી રહ્યા છે, જોકે અત્યારે લીલા શાકભાજી ડબલ ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે. જેને પગલે મધ્યમ અને ગરીબ પરિવારોને શું ખાવું તે મુશ્કેલી સર્જાઈ છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
સુરત(Surat)માં બજારમાં અત્યારે લીલા શાકભાજીના ભાવ (Vegetable Price) આસમાને પોંહચ્યા છે. કારણ કે, હાલમાં બજારમાં જે શાકભાજી આવી રહ્યા છે, તે પહેલ કરતા ડબલ વધુ ભાવ છે, તેની પાછળ હોલસેલ બજારમાંથી શાકભાજી મોંઘા ભાવે આવી રહ્યા છે, જેને લઈને વેપારીને પણ આ શકભાજી મોંઘા ભાવે વેચવા પડી રહ્યા છે. જોકે 15 દિવસ પહેલાના ભાવ કરતા આજના ભાવ સૌથી વધુ છે. જોકે શાકભાજી લેવા આવતા લોકો પોતાની જરૂરિયાત કરતા ઓછું શાકભાજી ખરીદી રહ્યા છે અને તેમાં પણ ક્વોલીટી સારી નથી આવતી, તેવું લોકો કહી રહ્યા છે. જોકે આ ભાવ આગામી બે મહિના સુધી આજ પ્રકારે રહે તેવી આશંકા વેપારી માની રહ્યા છે.
જોકે હોલસેલ બાજરમાં શાકભાજી બહાર ગામની નથી આવતા હોવાને લઈને ભાવ સતત વધી રહ્યા છે. હોલસેલ બજારના વેપારીની વાત માનીયે તો, આ વર્ષે પડેલ વરસાદ અને હાલમાં પણ જે રીતે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થયું છે. જેના કારણે ઉત્પાદન ઓછું છે અને સુરતના બજારમાં માલ નહિ આવતા શકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. જોકે ખેડૂતનો નવો પાક નહીં નીકળે ત્યાં સુધી લોકોને શિયાળામાં ઉચ્ચા ભાવનું શાકભાજી ખાવું પડશે. જોકે પહેલા લોકડાઉન અને ત્યાર બાદ વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સાથે સામાન્ય માણસની કમર તૂટી જાય તેવા ભાવને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર