સુરત : લૉનાં વિદ્યાર્થીને OLX પર 25 રૂ.માં વેચવા મૂક્યો, ફરિયાદ નોંધાઇ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસટીમાં કાર્યરત ડિપાર્ટમેન્ટ ઓફ લૉનાં શિક્ષકો, અન્ય સ્ટાફ તથા વિદ્યાર્થીઓની રમૂજ કરવા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માર્ચ-એપ્રિલ 2018માં બનાવ્યું છે.

News18 Gujarati
Updated: October 12, 2019, 8:36 AM IST
સુરત : લૉનાં વિદ્યાર્થીને OLX પર 25 રૂ.માં વેચવા મૂક્યો, ફરિયાદ નોંધાઇ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 12, 2019, 8:36 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : સોશિયલ સાઇટ્સ અનેકવાર લાભદાયી છે તો તેનો ઊંધી રીતે ઉપયોગ કરીએ તો તે ઘણું જ નુકસાન પણ નોકરે છે. સુરતમાં (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નર્મદ યુનિવર્સિટીનાં (Narmad University) લૉનાં વિદ્યાર્થીને અજાણ્યા લોકોએ ઓએલએક્સ (OLX) ઉપર 25 રૂપિયામાં વેચવા મુકાતા વિવાદ થયો છે. જે બાદ આ આખી વાત સાયબર ક્રાઇમમાં પહોંચી છે.

ઇન્સ્ટા પર અનેકવાર અપમાનિત કરતી પોસ્ટ મુકાઇ હતી

આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસટીમાં કાર્યરત ડિપાર્ટમેન્ટ ઓફ લૉનાં શિક્ષકો, અન્ય સ્ટાફ તથા વિદ્યાર્થીઓની રમૂજ કરવા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માર્ચ-એપ્રિલ 2018માં બનાવ્યું છે. જેનું નામ dept.of.low.memes છે. આ એકાઉન્ટ ચલાવતા લોકોએ વકીલાતનો અભ્યાસ કરતા યુવાનને વારંવાર અપમાનિત કરતી પોસ્ટ મુક્યા તેમાં મુકી છે. જે બાદ તેમણે તેને ઓએલએક્સ ઉપર 25 રુપિયામાં વેચવા મુક્યો છે. તેમાં મોન્સુન સેલ,પંચાત એક્સપર્ટ, ચબી ટેડી બેર 25 રૂપિયામાં વેચવાનું છે તેવું લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બારડોલીમાં કૉલેજમાં GSની ચૂંટણીમાં ABVPનો ઉમેદવાર વિજેતા થતા સમર્થકે ફાયરિંગ કર્યું

ઓએલએક્સ પર વેચવા મુક્યો 

ઓએલએક્સ ઉપરની જાહેરાતમાં યુવાનને ચબી ટેડી બિયર કહી વેચવા મૂક્યા બાદ એડવર્ટાઇઝનો સ્ક્રીન શોટ ડિપાર્ટમેન્ટનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ મૂકી મોન્સુન સેલ, પંચાત એક્સપર્ટ જેવાં લખાણો લખવામાં આવ્યા હતા. આ અંગે યુવાનને તેનાં મિત્રએ થોડા સમય પહેલા જાણ કરી હતી. જે બાદ આ અંગેની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. અરજીનાં આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...