વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસાન

વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસાન
મહુવાના કેરીના પાકને નુકસાનની તસવીર

બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે.

 • Share this:
  કેતન પટેલ, બારડોલીઃ રાજ્યભરમાં કેટલાક દિવસોથી વાયુ વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. આમતો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો ખાસ શેરડી ડાંગર પાક લેતો આવ્યો. પણ ભાવ સરળતા માટે ખેડૂતો આમવાડી તરફ વળ્યા હતા. અને પોતાની જમીન માં આંબા વાડી કરી કેરી નો પાક લીધો હતો . અને સારા ભાવો ની આશા પણ હતી. આંબા ઉપર કેરી તૈયાર થઈ અને બેડવા ના સમય એ વાતાવરણ માં આવેલ બદલાવ થી અપરિપક્વ કેરી ખરી પડી હતી. અને માર્કેટમાં જાય તે પહેલાં ખેડૂતો ને નુકસાની મળી છે.

  વધતા રાસાયણિક ખાતર, દવા, મજૂરીના ભાવોથી ત્રસ્ત ખેડૂતો એ આંબાવાડી નો વિકલ્પ અજમાવ્યો હતો. પણ જાણે કુદરત રુથી હોય તેમ પરિણામ ના સમય એજ વાતાવરણ બાજી બગડતા ખેડૂતોની મહેનત નિષ્ફળ નીવડી છે. કારણ કે પરિપક્વ કેરી બેડીને માર્કેટમાં મોકલતા 20 કિલો એ 600થી 700 રૂપિયા ભાવ ખેડૂતો ને મળતો હતો. હવે કેરી ના માર્કેટ ને એવી તો અસર થઈ કે ભાવ પણ સીધા ઘટી ને 200 રૂપિયા થઈ જતા મણ દીઠ 400 રૂપિયા નું આર્થિક નુકસાન ખેડૂતો ને ભોગવવા નો વારો આવ્યો છે.  છેલ્લા ત્રણ ચાર દિવસ થી દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં સતત હવામાનમાં ફેરબદલ, પવન, વરસાદી ઝાપટાથી ખેતીના અનેક પાકોને અસર થઈ રહી છે. જ્યારે આંબાવાડીના ખેડૂતોને મોટું નુકસાન છે. ત્યારે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની વાતો કરતી સરકાર દ્વારા ખેતીના કપાસ , મગફળી જેવા પાકોમાં આફત સમયએ સહાય અપાય છે. તેમ સુરત જિલ્લામાં પણ ખેડૂતોના હજારો હેક્ટરમાં ઉભેલી આંબાવાડી તેમજ નુકસાન ગયેલા અન્ય પાકો માટે પણ થોડે અંશે રાહત આપવામાં આવે તેવું ખેડૂત આલમમાં માંગ ઉઠી છે. પણ હાલ તો અન્ય પાકોમાંથી રોકડીયા પાકો તરફ વળેલા ખેડૂતો માટે બાવાના બેવ બગડ્યા જેવા હાલ થયાં છે.
  First published:June 14, 2019, 20:26 pm

  टॉप स्टोरीज