સુરત: વરાછાના દવા સપ્લાયર મા-દીકરીને ઊઘરાણી કરતા ગોંધી દીધા, 100 નંબર પર ફોન કરતા મળી મદદ

સુરત: વરાછાના દવા સપ્લાયર મા-દીકરીને ઊઘરાણી કરતા ગોંધી દીધા, 100 નંબર પર ફોન કરતા મળી મદદ
પ્રતિકાત્મક તસવીર

માતાદીકરીએ મોટા વરાછા લજામણી ચોક સ્થિત ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી

  • Share this:
સુરત : હજુ તો મહિલા ફાઇનાન્સ ડિમ્પલ પૈસાની લેતીદેતીમાં એક ડેરીના માલિકના અપહરણ કર્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યા શહેરમાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મહિલા અને દીકરી જે દવાના સપ્લાયર છે તેમને ઊઘરાણ કરવા જતા પૈસા આપ્યા નહી અને ગ્રાહકે ઉલટાના ગોંધી દીધા હતા. જોકે, આ મામલે તેમણે જાગૃતિ દાખવી અને 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી હતી અને માતાપુત્રત્રીને છોડાવ્યા હતા. જોકે, ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગત એવી છે કે સુરત શહેરના  વરાછા બરોડા પ્રિસ્ટેજ સ્થિત અનુરાધા સોસાયટીમાં રહેતા વિધવા પુષ્પાબેન નાનજી વાઘાણી (ઉ.વ. 50 મૂળ રહે. સુરકા, તા. શિહોર, જિ. ભાવનગર) રહેણાંક મકાનના પહેલા માળે લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ નામે દવા સપ્લાયનો ધંધો કરે છે.આ પણ વાંચો :  સુરત: વરાછાના હીરા દલાલે ઓફિસમાં કર્યો આપઘાત, ધનતેરસના દિવસે થયું મોત

પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા તે દરમ્યાન તા. 6 મે થી 11 સપ્ટેમ્બર 2019 દરમ્યાન મોટા વરાછા લજામણી ચોક સ્થિત ગોપીનાથ નગર 2 ના બી 154માં ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી અને આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કરતા હતા.

જેથી ગત રોજ પુષ્પાબેન, તેમની પુત્રી રીતુ (ઉ.વ. 22) અને પુત્ર યગ્નેશ (ઉ.વ. 26) સાથે હર્ષદ વેકરીયાની ઓફિસે ઉઘરાણીએ ગયા હતા. પરંતુ હર્ષદ તેની ઓફિસમાં હાજર ન હતો અને તેની ઓફિસના કર્મચારી આશિષ શાંતીભાઇ ઠુમ્મર (ઉ.વ. 32 રહે. રૂષિકેશ રેસીડન્સી, અમરોલી) એ હર્ષદભાઇ અમદાવાદ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં યગ્નેશ પાણીની બોટલ લેવા દુકાને ગયો હતો તે દરમ્યાન આશિષે પુષ્પાબેન અને રીતુને ઓફિસમાં ગોંધીને ચાલ્યો ગયો હતો.

જેથી રીતુએ હર્ષદભાઇને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ નહીં કરતા છેવટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ તુરંત જ દોડી આવી હતી અને માતા-પુત્રીને મુક્ત કરાવી આશિષની ધરપકડ કરી હતી

આ પણ વાંચો :   'અમારા પુત્રને શારિરીક તકલીફ છે, ટેસ્ટ ટ્યૂબ બેબીની વાત મંજૂર રાખ,' લગ્નના ચોથે મહિને ઘર ભાંગ્યું

મહિલા ફાયનાન્સરે ડેરી માલિકનું અપહરણ કર્યુ હતું

સુરતમાં હવે ગુનેગારોને કોઈ ડર જ ન રહ્યો હોય તેમ દરરોજ નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજ્યમાં વ્યાજખોરો (Loan Sharks) સામે કડક હાથ કામ લેવાની સૂચના હોવા છતાં દરરોજ વ્યાજખોરોના ત્રાસના અનેક બનાવો સામે આવતા રહે છે.તાજેતરમાં જ આવો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો છે. સુરતના પાલનપુર પાટિયા (Palanpur Patia- Surat) ખાતે રહેલા એન ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ડેરી મલિકનું મહિલા ફાઇનાન્સર (Money Lender Dimple) તેના સાગરિક સાથે મળીને અપહરણ (Kidnapping) કરી લીધું હતું. જે બાદમાં તેઓને અમરોલી વિસ્તાર (Amroli Area)માં લઈ જઈને માર મારી કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. આ મામલે ડેરી માલિકે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:Jay Mishra
First published:November 14, 2020, 13:40 pm

ટૉપ ન્યૂઝ