સુરત : વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના બે બિસ્કીટ લઇને ફરાર, 32.50 લાખની ઠગાઈ

સુરત : વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના બે બિસ્કીટ લઇને ફરાર, 32.50 લાખની ઠગાઈ
વરાછાના ભગવતી જ્વેલરના માલિક સામે ફરિયાદ

સોનાના 2 બિસ્કિટ અને રોકડ સાથે સોનીનો વ્યવસાય કરતા મનોજ પાલા રફૂચક્કર, પીડિતે અમરોલી પોલીસમાં નોંધાવી ફરિયાદ

  • Share this:
સુરત ના મોટા વરાછામાં (Surat Varacha) ભગવતી જ્વેલર્સના  (Bhagwati jwellers varacha)માલિકે ધંધામાં રૂપિયાની જરૂર હોવાનું બહાનું કરીને મિત્ર પાસેથી ઉધારમાં પહેલા 24 લાખ,ત્યાર બાદ બીજા  2 લાખ રોકડા તથા દાગીના બનાવ માટે આપેલા બે સોનાના બિસ્કીટ (2 Gold Buiscuit) મેળવી કુલ રૂ.32.50 લાખ (Cheating of 32.50 lakhs) લઈ દુકાન માલિક દુકાન બંધ કરી ભાગી જતા ઠગાઇનો ભોગ બનાર આ મામલે પોલીસ આ નોંધાવી છે ફરિયાદ. દિવાળીના તેહવાર સમયે જ સોનીએ ફૂલેકું ફેરવી નાખતા વરાછા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ અંગે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

બનાવની વિગત એવી છે કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ  ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા મનોજ પાલા મોટા વરાછાના અંકિત શોપિંગ સેન્ટરમાં ‘ભગવતી જ્વેલર્સ’ના નામે સોના ચાંદીના ઘરેણાં વેચવાનો ધંધો કરતા હતા.આ પણ વાંચો : 'નર્મદા, પાણી, ગરીબ અને ગામડાંના લીધે લોકો બાપાને કાયમ યાદ કરશે,' PM મોદી, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

જોકે ત્યાંજ અને પરમ મિત્ર મોટા વરાછા વાણિયા ફળિયામાં રહેતા રાકેશ ચંદુલાલ દેસાઇ મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. વર્ષોથી રાકેશ દેસાઇ ભગવતી જ્વેલર્સમાંથી ખરીદી કરતા હોવાથી મિત્રતા હતી. વર્ષ 2016માં મનોજે ધંધામાં નાણાંની જરૂર હોવાથી રાકેશ પાસે પૈસાની માંગણી કરતા રાકેશ ભાઈએ રૂપિયા .24 લાખ ચેક મારફતે મનોજને આપ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : સુર્યા મરાઠીના હત્યારાની પત્ની ઓગતરા મેળવી હાજર થઈ, ખેડૂતના આપઘાત કેસમાં છે આરોપી

ત્યારબાદ વધુ પૈસાની જરૂર હોવા નું કહેતા રાકેશે બીજા રોકડા રૂપિયા 2 લાખ મનોન આપીયા હતા.જોકે આ દરમિયાન રાકેશે બનાવેલા ઘરેણાંની મજૂરીમાં પૈસા કાપી લેવાનું મનોજે જણાવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 2019માં રાકેશ દેસાઇએમનોજ ને   ઘરેણા બનાવવા માટે 100 100 ગ્રામની બે સોનાની બિસ્કિટ પણ આપી હતી. પણ મનોજ ની નિયત બગડતા  મનોજ પાલા દુકાન બંધ કરી નાસી ગયો હતો.

આ ઘટનાની જાણકારી મળતા પોતાની સાથે  વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનું લગતા આ સોનાનો વેપાર કરતા મનોજ વિરુદ્ધ રાકેશ ભાઈ એ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આમ સુરતમાં સામી દિવાળીએ એક સોનીએ પોતાના જ મિત્રનું ફૂલેકું ફેરવી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Jay Mishra
First published:October 29, 2020, 14:42 pm

ટૉપ ન્યૂઝ