સુરત : વરાછાની યુવતીની બિભત્સ તસવીરો બનાવી કરી હતી વાયરલ, સાયબર ક્રાઇમે વિકૃતને ઝડપી પાડ્યો

સુરત : વરાછાની યુવતીની બિભત્સ તસવીરો બનાવી કરી હતી વાયરલ, સાયબર ક્રાઇમે વિકૃતને ઝડપી પાડ્યો
વરાછા સાયબર ક્રાઇમના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે આ કેસમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચરખા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા ભુપત બરેતને ઝડપી પાડ્યો, આરોપીએ કરી ચોંકાવનારી કબૂલાત

  • Share this:
સુરત : સુરતમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મહિલા અને યુવતીઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે તેવામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વરાછાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં યુવતી સાયબર ક્રાઇમનો ભોગ બની છે અને તેની તસવીરોને બિભત્સ, મોર્ફિંગ કરી અને અન્ય કોઈને નહીં પરંતુ તેના ફઈ અને માસીના દીકરાને જ મોકલવામાં આવી છે. આ તસવીરો જોઈને ચોંકી ઉઠેવલા સ્વજનોએ યુવતીને આ અંગે જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે આ તસવીરો જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આવી છે તે એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી અને ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસે આ કેસમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચરખા ગામનો વતની હાલ સુરતના ઉતરાણ ખાતે રહેતા તુષાર ભુપત બરેતની ધરપકડ કરી હતી. જોકે પોલીસે આરોપી પૂછપરછ કરતા તેને કરેલા ગુનાની કબૂલાત સાથે અંગત અદાવત આવું કૃત્ય કર્યાની કબૂલાત કરતા પોલીસે આ ઈસમ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેઆ પણ વાંચો :  સુરત : બિહારની કુખ્યાત ટોળકીએ વરાછામાં કરી હતી 43.64 લાખની ચોરી, હૈદરાબાદથી ઝડપાયા

બનાવની વિગત એવી છે કે વરાછામાં રહેતી એક યુવતીની બિભત્સ તસવીરો તેના માસીના દીકરા ઘનશ્યામ પર ઓનલાઇન 123 નામના એકાઉન્ટ પરથી આવી હતી. જોકે, તેમાં કેટલાક ન્યૂડ ફોટોગ્રાફ્સ અને વીડિયો હતા જે મોર્ફ કરેલા હતા. આ જોઈને તેણે યુવતીને જાણ કરી હતી.

દરમિયાનમાં યુવતીને ફઈના સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારની તસવીરો આવી હતી જેથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ઓનલાઇન 123 એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી ચુકી હતી.

આ પણ વાંચો :    સુરત : અંત્રોલીમાં ડિઝાઈનરની હત્યા આડા સંબંધોમાં થઈ હોવાની પોલીસને આશંકા! ત્રણની અટકાયત

યુવતીએ આ એકાઉન્ટ પરથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી નહોતી. દરમિયાનમાં થોડા દિવસો બાદ આ ભેજાબાજે વિકૃતિની મર્યાદાઓ ઓળંગતા યુવતીને બદનામ કરવાના હેતુથી આવું હલકું કૃત્ય કર્યુ હતું. દરમિયાન આ યુવતી સાથે થયેલા સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય ત્યા સુધીમાં તેની તસવીરો મોર્ફ કરનાર એકાઉન્ટનું નામ ઓનલાઇન 123માંથી કેવલ ભીમાણી કરી દેવામાં આવ્યું છે. આમ કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈને ફસાવાના હેતુથી આવું કરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
Published by:Jay Mishra
First published:December 07, 2020, 21:31 pm