સુરત : કોરોના મહામારી વચ્ચે વરાછાના હીરા વેપારીનું 40 કરોડમાં ઉઠમણું, ડાયમંડ જગતમાં ડરનો માહોલ

સુરત : કોરોના મહામારી વચ્ચે વરાછાના હીરા વેપારીનું 40 કરોડમાં ઉઠમણું, ડાયમંડ જગતમાં ડરનો માહોલ
પ્રતિકાત્મક તસવીર

વેપારી મૂળ અમરેલીના લુખી ગામનો વતની હતો અને કોલકત્તા, મુંબઈના હીરા વેપારીઓ સાથે વેપાર કરતો હતો

  • Share this:
કોરોના મહામારી વચ્ચે ઉભી થયેલ આર્થિક સંકડામણને લઇને વેપાર ઉધોગની સ્થિતિ દયનીય બની રહી છે, ત્યારે થોડા દિવસસ પહેલાં 35 કરોડમાં એક વેપારીના ઉઠમણાં બાદ વધુ એક સુરતના વેપારીનું 40 કરોડમાં ઉઠમણું કરતા હીરા ઉધોગમાં ગભરાટનો માહોલ જવા મળી રહ્યો છે. જોકે આ વેપારી મુંબઈ અને કલકતા ખાતે મોટા પ્રમાણ માં વેપાર કરતો હતો અને મૂળ અમરેલી જિલ્લાનો વતની હોવાની હકીકતો આવી છે. કોરોના વાયરસની મહામારીના કારણે સુરતનો ચીન સાથેનો મોટાભાગનો વેપાર ઠપ સમાન છે, હીરા ઉદ્યોગના કારખાનાઓ મંદીના માહોલમાં સપડાયા છે ત્યારે રાજ્યના આર્થિક પાટનગરમાં કરોડો રૂપિયાના ઉઠમણાથી હીરા ઉદ્યોગ જગત ફફડી ગયું છે.

કોરોના મહામારી વચ્ચે ચાલેલા લોકડાઉન બાદ જૂન મહિનાથી વેપાર ઉધોગને મંજૂરી આપ્યા છતા હજુ પણ વેપાર ઉધોગ રાબેતા મુજબ પાટા પર ચડ્યો નથી કારણકે 3 મહિના થવા આવિયા છટયાં બાજરોમાં રોનક જોવા મળતી નથી તેની પાછળ આજે પણ બજાર માં રોકડની ભારે અછત તમામ વેપારીને સતાવી રહ્યો છે.આ પણ વાંચો :  સુરત : 19 વર્ષની પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ 4 લાખ રૂપિયા દહેજ માટે આપતા હતા ત્રાસ

જોકે આ પરિસ્થિતિને લઇને સુરતમાં હીરા ઉધોગમાં સૌથી વધુ અસર કરી રહી છે અને તેને લઈને કેટલાક વેપારી આર્થિક સંકડામણમાં આવી જતા ઉઠમણું કરી રહ્યા છે તેવામાં ચાલુ અઠવાડિયા દરમિયાન જ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ કંપનીના ભાગીદાર નાસી જતાં રૂ.35 કરોડથી વધુ નાના-મોટા હીરા વેપારીઓના ફસાય ચૂક્યા છે. ત્યાં શનિવારે મોડી સાંજે શહેરના હીરા બજાર સાથે સંકળાયેલા અને મુંબઈના હીરા બજારથી એલસી કલરના તૈયાર હીરાનો વેપાર કરનાર વેપારીએ રૂ.40 કરોડમાં ઉઠમણું કરી લીધું છે.

આ પણ વાંચો :   વડોદરાના મહારાણીએ દારૂબંધી અંગે મોટું નિવેદન આપ્યું, ટુરિઝમના મુદ્દે આપી આ સલાહ

આ વેપારી સુરતના હીરા વેપારીઓ પાસેથી માલ લઈને કોલકત્તા અને મુંબઈના હીરા વેપારીઓને તેનું વેચાણ કરતો હતો. જે મુખ્યત્વે અમરેલીના લુખી ગામનો વતની છે. લોકડાઉનના કારણે જુના પેમેન્ટ ફસાય જવાની સાથો-સાથ નવા પ્રોડક્શન પેટે પણ પેમેન્ટ રિલીઝ નહીં થઈ રહ્યું હોવાનું આ વેપારી આર્થિક ભીંસમાં આવી જતા અને સતત વેપારી ઉઘરાણીને લઈને ઉઠમણું કરી આ વેપારી ગાયબ થી જતા સુરત ના વરાછા હીરા બજારમાં ડરનો માહોલ જોવા મળી રહીયો છે.

આ મામલે ચેમ્બર ઑફ કોમર્સના મોભી અને ડાયંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નાવડિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હીરાની પેઢીના ઉઠમણાના સમાચારથી વેપારીઓમાં ડરનો માહોલ છે. સમાચારના કારણે વેપારીઓમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો :  ઝાલોદ : 16 લાખ રૂપિયાની જૂની નોટ સાથે એક શખ્સની ધરપકડ, નોટબંધી છતાં થતી હતી અદલબદલ
Published by:Jay Mishra
First published:September 13, 2020, 09:26 am