Home /News /south-gujarat /

વલસાડની યોગ શિક્ષિકાએ મરતા મરતા 5 વ્યક્તિને આપ્યું નવજીવન, લીવરનું સુરતમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ

વલસાડની યોગ શિક્ષિકાએ મરતા મરતા 5 વ્યક્તિને આપ્યું નવજીવન, લીવરનું સુરતમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ

Surat Organ Donation: વણકર સમાજના બ્રેઈનડેડ યોગ શિક્ષક રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે 5 વ્યક્તિઓને નવજીવન આપ્યું, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના જ સમાજસેવક ઉદ્યોગતિમાં થયું શહેરના પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ કેસ

Surat Organ Donation: વણકર સમાજના બ્રેઈનડેડ યોગ શિક્ષક રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે 5 વ્યક્તિઓને નવજીવન આપ્યું, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના જ સમાજસેવક ઉદ્યોગતિમાં થયું શહેરના પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ કેસ

કિર્તેશ પટેલ,  સુરત : સુરતમાં અંગદાનની (Surat Organ Donation)  એક મહિનામાં આ છઠ્ઠી ઘટના સામે આવી છે. વલસાડના યોગ શિક્ષિકા  (Valsad Yoga Teacher Accident) અકસ્માત થતા બ્રેઇન ડેડ (Brain dead Yoga Teacher's Organ Donation in Surat  થઈ ગયા હતા. ત્યારબાદ તેમના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આ સ્થિતિમાં તેમનું લીવર (Liver Donation in Surat) , કિડની (Kidney Donation in Gujarat), ચક્ષુઓનું દાન (Eyes Donation in Gujarat) કરવામાં આવ્યું હતું. આ મહિલાના લીવરનું સુરતના જ એક સમાજ સેવક અને ઉદ્યોગપતિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં (First cases of Liver Transplant in Surat) આવ્યું છે. સુરતના કિરણ હૉસ્પિટલમાં થયેલી આ લીવર ટ્રાન્સપ્લાન્ટની આ ંપ્રથમ ઘટના છે.  યોગ શિક્ષિકા રંજનબેને મરતા મરતા 5 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.


વલસાડમાં રહેતા યોગ શિક્ષક રંજનબેન ગુરુવાર, તા. 30 સપ્ટેમ્બરના રોજ સવારે 10.00 કલાકે તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.


ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. શનિવાર, તા.02 ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. રંજનબેનના પતિ પ્રવીણભાઈએ જણાવ્યું કે મારા પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જવાનું છે, તેના કરતા તેમના અંગોના થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.


SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જયારે એક કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે. લિવર સમયસર કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને મળશે. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં રાજકોટની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી 45 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી 30 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.


કોવીડ 19 ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 46 કિડની, 26 લિવર, 10 હૃદય 16 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 44 ચક્ષુઓ સહીત કુલ 143 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 132 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Organ donation, Surat news, Surat Organ Donation

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन