વલસાડ : મંગળવારથી વલસાડ જિલ્લામાં 10 દિવસ સંપૂર્ણ Lockdown, આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ

વલસાડ : મંગળવારથી વલસાડ જિલ્લામાં 10 દિવસ સંપૂર્ણ Lockdown, આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ
વલસાડમાં 10 દિવસનું લોકડાઉન

મુજબ આવતી 20 તારીખ એટલે કે મંગળવારથી 10 દિવસ સુધી વલસાડ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ લોક ડાઉન પાડવામાં આવશે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ : વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા તંત્ર અને વેપારી એસોસીએશન સહિતના મેડિકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં 10 દિવસના lockdown નું એલાન કરવામાં આવ્યું છે. જે મુજબ આવતી 20 તારીખ એટલે કે મંગળવારથી 10 દિવસ સુધી વલસાડ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ લોક ડાઉન પાડવામાં આવશે.

  આજે વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વલસાડના જિલ્લાના ધારાસભ્યો કનુભાઇ દેસાઇ, ભરત પટેલ સહિત જિલ્લાના વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ સહિત જિલ્લાના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અગ્રણી તબીબો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંક્રમણને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવા રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, કલેકટર, આરોગ્ય વિભાગ, વેપારી એસોસીએશનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને મેડિકલ એસોસિએશનના સંયુક્ત ચર્ચા ના ભાગરૂપે તમામ લોકોએ જિલ્લામાં આગામી 10 દિવસ સુધી સંપૂર્ણ lockdownનો નિર્ણય લીધો હતો.  આ પણ વાંચોસુરત : ડિંડોલીમાં જાહેરમાં માથાભારે યુવકની હત્યા, પવન અને વીરૂએ ચપ્પાના ઘા માર્યા અને...

  જોકે મંગળવારથી 10 દિવસ સુધી શરૂ થનારા લોકડાઉનના પિરિયડ દરમિયાન જિલ્લામાં આવશ્યક સેવાઓ દૂધ શાકભાજી જેવી ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને તમામ લોકોએ સહયોગ આપવાની ખાતરી આપી છે.

  આ પણ વાંચોરાજકોટમાં શરમજનક ઘટના: Coronaથી વૃદ્ધાનું મોત થતા મૃતદેહ છોડી પરિવાર રફૂચક્કર, અંતિમવિધી અટકી

  વધુમાં વલસાડ જિલ્લાના ધરમપુર, વલસાડ અને વાપીમાં 100 બેડના covid કેર સેન્ટર શરૂ કરવા જેમાં ઓક્સિજન અને અન્ય જરૂરી સાધન સામગ્રી અને દવાઓનો જથ્થો હોય અને પૂરતા મેડિકલ સ્ટાફ સાથે કોવીડવ કેર સેન્ટર ઉભા કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસનું lockdown શરૂ થશે અને તેમાં તમામ લોકોને સહયોગ આપવા માટે વલસાડ કલેક્ટરે અપીલ પણ કરી હતી.
  Published by:kiran mehta
  First published:April 18, 2021, 17:11 pm

  ટૉપ ન્યૂઝ