Home /News /south-gujarat /

સુરત : સેલ્સમેનના સ્વાંગમાં હતો બિજનોરી ગેંગનો 'ભોમિયો', UPનો સિકંદર નીકળ્યો 'મહા ગિલિન્ડર'

સુરત : સેલ્સમેનના સ્વાંગમાં હતો બિજનોરી ગેંગનો 'ભોમિયો', UPનો સિકંદર નીકળ્યો 'મહા ગિલિન્ડર'

આખી દુનિયાને જીતનારો નહીં ઠગનારો સિકંદર ઝડપાયો

સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી બચાવવાનું પણ કામ કરતો હતો. ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો

સમગ્ર દેશમાં ચોરી કરતી ઉત્તર પ્રદેશની (Uttar pradesh) કુખ્યાત બિજનોરી ગેંગ (Bijnori Gang) માટે સુરતમાં ભોમિયો તરીકે કામ કરતા રાંદેરના આધેડને એસઓજીપોલીસે (Surat SOG) એ રાંદેર મોરાભાગળ સર્કલ પાસેથી તમંચો (Gun)- બે કારતુસ (Catidge  સાથે ઝડપી લીધો હતો. આધેડ સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી (surat Police) બચાવવાનું પણ કામ કરે છે.

સુરત માં છેલ્લા કેટલાક સમયથી ચોરી ની સ્ટેટ ઘટના ને લઈને પોલીસે આવી ઘટના ડામવા માટે નો પ્રયાસ કરી રહી છે ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ઉત્તર પ્રેદેશ ની જાણીતી બિજનોરી ગૅંગ દેશ ભરમાં ચરી કરે છે જોકે આ ગેંગનો એક ઈસમ સુરતમાં છેલ્લા કેલાક સમયથી સક્રિય છે અને તે  સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી બચાવવાનું પણ કામ કરે છે.

આ પણ વાંચો : સુરત : અજબ ચોરીનો ગજબ Live Video, તસ્કરે પહેલાં માતાજીના દર્શન કર્યા બાદમાં દાગીના ચોર્યા!

પોલીસે આ બાતમીના આધારે આરોપી રાંદેર મોરાભાગળ સર્કલ આવવાનો છે એવી  બાતમીના ધારે પોલીસે આરોપીને પકડી પાડવાનો તખ્તો ગોઠવ્યો હતો જોકે આ ઈસ્મ આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.  બીલ્ડીંગ નં.21, રૂમ નં.9, એસ.એમ.સી ક્વાર્ટર્સ, સાંઈવીલા રેસિડેન્સીની સામે, જહાંગીરપુરા, સુરત તથા ઘર નં.20, બદ્રન સોસાયટી, ઓલપાડ સાયણ સુગર ફેક્ટરી રોડ, તા.ઓલપાડ, જી.સુરત  સિકંદરખાન છોટુખાન પઠાણ પોલીસે ઝડપી પાડ્યો હતો.

 આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાનાં આકાશમાં દેખાયેલી ભેદી લાઈટનું શું છે રહસ્ય? Live Video થયો વાયરલ

જોકે આ ઈમા પાસેથી  તમંચો અને બે જીવતા કારતુસ પણ મળી આવત્તિયા હતા જોકે આ હથિયાર  ઉત્તર પ્રદેશના બિજનોર જીલ્લાના ચાંદપુરમાં રહેતા મન્સુરીએ રાખવા આપ્યો હતો. સિકંદરખાન સમગ્ર દેશમાં ચોરી કરતી ઉત્તર પ્રદેશની કુખ્યાત બિજનોરી ગેંગ માટે કરતો હોય તેને ગેંગના અન્ય સાથીએ રેકી કરતી વખતે સલામતી માટે અને ગેંગ ચોરી કરવા સુરત આવે ત્યારે તેમને રસ્તામાં કોઈ ચેક કરે ત્યારે તકલીફ ન થાય તે માટે આપ્યો હતો.

જોકે સિકંદર આ ગેંગ માટે  ભોમિયા તરીકે કામ કરતા સિકંદરખાનને બિજનોરી ગેંગ દરેક ચોરી બાદ રૂ.5 થી 20 હજાર આપે છે. મોટાભાગે લાખોની મત્તા મળે તેવા જ ઘરોની રેકી કરી ગેંગને જાણ કરતા જોકે પોલીસની પૂછપરછ માં બિજનોરી ગેંગ દેશના જુદાજુદા શહેરોમાં માત્ર દિવસે જ ચોરી કરવા માટે જાણીતી છે. તે માટે ગેંગ દરેક શહેરમાં એક ભોમિયા જેવા વ્યક્તિને સાથે રાખે છે. સુરતનો ભોમિયો સિકંદરખાન છે.

આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો

સિકંદરખાન સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બંધ ઘરની ભાળ મેળવતો હતો. બાદમાં ગેંગને તે ત્યાં લઈ જતો અને ચોરી કર્યા બાદ પોલીસ અને લોકોથી બચી સલામત રીતે ત્યાંથી નીકળવામાં મદદ કરતો હતો. તે દરમિયાન કોઈ આવી ચઢે ત્યારે તેઓ તમંચા કે ચપ્પુ વડે પ્રતિકાર કરતા હતા. એસઓજીએ સિકંદરખાન વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સિકંદરના કારનામા જાણીને પોલીસ પણ દંગ

જોકે પક્ડાયે આરોપીના ગુનાહિત ઇતિહાસ ની વાત કરવામાં આવેતો આ આરોપી સિકંદરખાને વર્ષ 2016 માં અમદાવાદ સાબરમતી નદી પાસે આવેલ ભગવતીનગર ગોતા હાઉંસીંગ સોસાયટીમાં બંધ મકાન નં.174 માંથી રોકડ રૂપીયા તથા સોનાના દાગીના મળી કુલ રૂ.1.65 લાખની ચોરી બિજનોરી ગેંગ સાથે કરી હતી. બરાબર બે વર્ષ અગાઉ તેણે સૃરતના અડાજણ પાલ લેક ગાર્ડન પાસે આવેલ લેકવ્યુ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.એ/306 માંથી રોક્ડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.90 લાખની ચોરી કરી હતી.

સિકંદરખાને આ ચોરી બાદ સલમાન નામના સ્થાનિક સાથે મળી બિજનોરી ગેંગની સ્ટાઈલથી અડાજણમાં જ વધુ એક ચોરી કરી હતી. તેણે ગેંગના અન્ય સાગરીતો સાથે મળી એક મહિના પહેલા મહારાષ્ટ્રના જલગાંવના મુક્તાઈનગર તાલુકાના એટલાબાદ ગામમાં એક બંધ મકાનમાં પ્રવેશી તેમા રહેતા લોકોને તમંચા તથા ચપ્પુ વડે ધમકાવી બંધક બનાવી સોનાના દાગીના અને રોકડ રૂપીયાની લુંટ કરી હતી. તે અગાઉ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરીના એક ગુનામાં અને મહારાષ્ટ્ર્ના નાસિકમાં ચોરીના ત્રણ ગુનામાં ઝડપાયો છે.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Latest News, Surat crime news, Surat news, Surat police, Surat theft, Uttar pradesh Bijnori Gang, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन