સુરત : રત્નકલાકાર સાથે સાથી કર્મચારીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

News18 Gujarati
Updated: October 3, 2019, 10:09 AM IST
સુરત : રત્નકલાકાર સાથે સાથી કર્મચારીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
પ્રતિકાત્મક તસવીર

ભોગ બનનાર યુવકે વરાછા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી, આરોપી પરિણીત હોવાનું સામે આવ્યું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં હીરાના કારખાના કામ કરતા એક યુવક સાથે કારખાનામાં કામ કરતા અન્ય કર્મચારીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા યુવક સાથે સાથી કર્મચારીએ એવું કૃત્ય કર્યું છે જેને જાણીને તમે દંગ રહી જશો. કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા 26 વર્ષના યુવક સાથે કારખાનામાં જ કામ કરતા 29 વર્ષીય રત્નકલાકારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

29મી સપ્ટેમ્બરના રોજ રત્નકલાકાર બપોરે કારખાનામાં એકલો હતો ત્યારે સાથી કર્મચારીઓ અન્ય કર્મીને ડરાવીને કારખાનાનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદમાં બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ મામલે ભોગ બનનારી યુવકે વરાછા પોલીસ સ્ટેશનમાં સાથી રત્નકલાકાર વિરુદ્ધ ફરિયાદ આપી છે. આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી યુવક પરિણીત હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો : 
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर