સુરતઃ જમીનનો કબજો લેવા અસામાજિક તત્વોએ દરગાહ તોડી, ચાર આરોપીની ધરપકડ

સુરતના હજીરા સ્ટેટ હાઈવે પર ઉમરા અને વેલંજા નજીક આવેલી હજરત સૈયદ નવગજ શહીદ પીર દાદા(રે.હ.)ની જગ્યા પર કેટલાક અસામાજિક ત્તત્વોએ જેસીબી મશીન સહિતના વાહનો દ્વારા તોડફોડ કરી હતી

News18 Gujarati
Updated: September 13, 2019, 6:31 PM IST
સુરતઃ જમીનનો કબજો લેવા અસામાજિક તત્વોએ દરગાહ તોડી, ચાર આરોપીની ધરપકડ
ઘટના સ્થળની તસવીર
News18 Gujarati
Updated: September 13, 2019, 6:31 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (Surat) હજીરા સ્ટેટ હાઈવે (Hajira state highway) પર ઉમરા અને વેલંજા નજીક આવેલી હજરત સૈયદ નવગજ શહીદ પીર દાદા(રે.હ.)ની જગ્યા પર કેટલાક અસામાજિક ત્તત્વોએ જેસીબી મશીન સહિતના વાહનો દ્વારા તોડફોડ કરી હતી. જમીનનો કબજો મેળવવા માટે સવારના સમયે આ લોકોએ દરગાહ તોડી નાખી હતી. જે અંગે વહીવટ કર્તા મનસુખ શંભુ ઝાલાવાડીયાને જાણ થતાં તેઓ ઘટના સ્થળે રોષ સાથે અનુયાયીઓ સાથે ધરણા પર બેસી ગયા હતા. સાથે જ પોલીસનો (Police) મોટા કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે.

હજરત સૈયદ નવગજ શહીદ પીર દાદા(રે.હ.)ના વહીવટકર્તા મનસુખ ઝાલાવાડીયાએ જણાવ્યું હતું કે, આ 700 વર્ષ જૂની જગ્યા છે. જેમાં આ લોકોએ આજે તોડફોડ કરી હોવાથી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરીશું. લોકોમાં ભારે આસ્થાનું કેન્દ્ર ધરાવતાં આ સ્થળની તોડફોડ યોગ્ય નથી.

પોલીસે દરગાહમાં જેસીબી ફેરવી દેનારા લોકો પૈકી ચારની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કામરેજ પોલીસ મથક દ્વારા ચાર શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી ચાલું કરવાની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-નર્મદાઃ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલી કિશોરીનું જોઇલો live રેસ્ક્યૂ

હજરત સૈયદ નવગજ શહીદ પીર દાદા(રે.હ.)જગ્યામાં દર ગુરૂવારે અને રવિવારે અન્નક્ષેત્ર ચલાવવામાં આવતું હતું. સાથે જ ગરીબ લોકો માટે ટિફિનની સુવિધા પણ શરૂ કરવામાં આવી હતી. દાનની રકમથી ભુખ્યાને ભોજન કરાવવાની પ્રવૃતિ પણ ચલાવવામાં આવતી હતી.

 
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...