ઉમરપાડાને આદિવાસી ક્લસ્ટર તરીકે મળી મંજૂરી: રૂ 15 કરોડ મળશે

કેન્દ્ર સરકારે ઉમરપાડા રૂર્બન ક્લસ્ટરને આદિવાસી ક્લસ્ટર તરીકે મંજૂરી આપી દીધી છે. આ યોજનામાં કેન્દ્ર સરકારે રૂ.૧૫ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: June 20, 2019, 6:23 PM IST
ઉમરપાડાને આદિવાસી ક્લસ્ટર તરીકે મળી મંજૂરી: રૂ 15 કરોડ મળશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 20, 2019, 6:23 PM IST
સુરત: કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોનો આર્થિક, સામાજિક અને ભૌગોલિક વિકાસ કરવા પાયાની સુવિધાઓ વિકસાવી ગામડાઓ શહેરો જેવી સુવિધાઓ મેળવી શકે તે આશયથી વર્ષ ૨૦૧૬થી અમલી શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઉમરપાડા રૂર્બન ક્લસ્ટરનો શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઉમરપાડા રૂર્બન ક્લસ્ટરને આદિવાસી ક્લસ્ટર તરીકે મંજૂરી આપી દીધી છે. આ યોજનામાં કેન્દ્ર સરકારે રૂ.૧૫ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. યોજનામાં જોઈન્ટ પ્લાનિંગ એરિયા અંતર્ગત ઉમરપાડા સહિત ઉમરગોટ, ઊંચવણ, ચોખવાડા, ઘણવદ, જુમ્માવાડી ગ્રામ પંચાયતોમાં ૧૩ જેટલી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી આ છ ગ્રામ પંચાયતો હેઠળ ઉમરપાડા, ઉમરગોટ, ઊંચવાણ, ચોખવાડા, પિનપુર, દરડા, ખોડઆંબા, પાંચઆંબા, ધાણાવડ અને જુમ્માવાડી-અંબાડી ગામોમાં શહેર સમકક્ષ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ સ્ટોરી પણ વાંચો: આ ગુજરાતીએ બનાવ્યું એવું મશીન કે હજારો ખેડૂતોને મળશે રાહત

પસંદગી પામેલા આ ગામડાઓનો સર્વાંગી વિકાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં વન, કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, સિંચાઈ માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, પાણી પૂરવઠા, વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. આ કમિટી દ્વારા ઉમરપાડા સમૂહના વિકાસ માટે ‘ઇન્ટીગ્રેટેડ એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, ભૌગોલિક સ્થાનને આધારે ગામડાઓમાં ઘણી આર્થિક અને સામાજિક ક્ષમતાઓ જોવા મળે છે. ગામડાઓના આવા જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને તેમનો સામુહિક વિકાસ શક્ય બનાવી શકાય છે એવા તારણના આધારે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત દેશના રાજ્યો પોતાની રીતે પસંદ કરેલા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા મુખ્ય મથક કે કોઈપણ મોટું ગામ પસંદ કરે, એની આસપાસના નાના ગામોને સાંકળીને એક ક્લસ્ટર બનાવી મોટા ગામની ગ્રામ પંચાયતને વિકાસ કેન્દ્ર તરીકેની જવાબદારી સોંપે છે. જે સરકારની વિવિધ યોજનાઓનું સંકલન કરીને મળતા ભંડોળમાં ખૂટતી રકમને ઉમેરીને રૂર્બન પ્રદેશોમાં તમામ સુવિધાઓ પૂરી પાડીને સમગ્ર ક્લસ્ટરના ગામડાઓનો સર્વાંગી વિકાસ કરે છે.

આ સ્ટોરી વાંચો: કેશોદનાં ખેડૂતે બનાવેલી નવી સ્મશાન ભઠ્ઠીથી રોજ 40 એકર જંગલ બચાવી શકાય
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...