સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી આપઘાતના બનાવો (Surat Suicide) વધી રહ્યા છે. દરમિયાન યુવક યુવતીઓમાં માનસિક તણાવ અને આર્થિક સમસ્યા જિંદગીનો અંત લાવનારા પરિબળો બની રહ્યા છે. તેવામાં આજે શહેરના જહાંગીરપુરા (Jhangirpura are of Surat) વિસ્તારમાં રહેતા અને મૂળ રાયગઢના એક યુવકે આર્થિક સંકડામણના કારણે ફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એકના એક દીકરાના માતાપિતા આ ઘટનાના પગલે આઘાતમાં સરી પડ્યા છે અને પરિવાર પર કદી ન પુરાનારી ખોટ પડી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં ચકચારી બાબત એ છે કે આપઘાત કરનાર યુવકે 6 વર્ષ અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હતો. તેણે પોતાની જ શાળાના ચોથા માળેથી કૂદીં જિંદગી ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે કુદરતે તેને બચાવી લીધો હતો.
બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્રના રાયગઢના ઇશ્વરભાઈ યશપળેને સંતાનમાં એકનો એક દીકરો ધર્મેશ હતો. ઈશ્વરભાઈ બૉમ્બે માર્કેટમાં નોકરી કરતા હતા પરંતુ લોકડાઉનમાં તેમની નોકરી છુટીજતા તેઓ વતન ચાલ્યા ગયા હતા. દરમિયાન તેમનો દીકરો પણ રાયગઢ જ રહેતો હતો.
જોકે, છેલ્લા બે દિવસથી દીકરો સુરત જવા માટે જીદ કરતો હતો અને તેણે પિતા પાસે 2000 રૂપિયાની માંગણી કરી હતી. પિતાએ દીકરાની માંગણી સામે 2700 રૂપિયા આપ્યા હતા. દરમિયાન સુરત આવેલા દીકરાએ શુક્રવારે માતાપિતાનો ફોન ન ઉપાડતા પિતાએ સુરત રહેતી દીકરીને ભાઈનો સંપર્ક કરવા કહ્યું હતું.
દરમિયાન ઈશ્વરભાઈની દીકરીએ તેમને સાંજે જણાવ્યું હતું કે ભાઈ મારો પણ ફોન ઉપાડતો નથી એટલે પિતાને આંચકો લાગ્યો હતો. દરમિયાન પિતાએ તેના મિત્રોને ઘરે તપાસ કરવા માોકલ્યા હતા. દીકરાના મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે તે ઘરમાં જ હતો અને તેની ગાડી ઘરમાં જ હતી. મિત્રોએ અંદર પહોંચીને જોયું તો ધર્મેશ મૃત હતો અને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
સુખી-સંપન્ન પરીવારની 21 વર્ષની દીકરીએ બે દિવસ પહેલાં કર્યો હતો આપઘાત
શહેર જિલ્લામાં આપઘાતનો સીલસીલો યથાવત છે. કોઈ આર્થિક સ્થિતિથી પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાન થઈ આપઘાતનું પગલું ભરી રહ્યા છે. ત્યારે આજે એક સુખી સંપન્ન પરિવારની દીકરીએ અચાનક આપઘાત કરી લેતા માતા-પિતા માથે આભ તૂટી પડ્યું હતું અને પુરો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસરા, સુરતના અડાજણ વિસ્તારમાં કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક મહાવીરસિંહ જાડેજાની 21 વર્ષની દીકરીએ આજે પોતાના ઘરે બેડરૂમમાં પંખે દુપટ્ટો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરીના મોતના સમાચાર સાંભળી માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા બેભાન થઈ ગયા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર