સુરત : બેકાર યુવાન પાસે પત્નીની પ્રસૂતિના રૂપિયા ન હોવાથી કર્યો આપઘાત

સુરત : બેકાર યુવાન પાસે પત્નીની પ્રસૂતિના રૂપિયા ન હોવાથી કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં હીરાના વેપાર સાથે જોડાયેલા એક યુવાન પાસે પોતાની પત્નીની પ્રસૂતિ માટે પણ રૂપિયા ન હોવાને કારણે આવેશમાં આવીને આપઘાત કર્યો છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસને કારણે હજારો લાખો લોકો બેકાર બની રહ્યાં છે. લોકોને કામ કરવું છે છતાં તેમને કામ નથી મળતું. પોતાનો પરિવારનું ગુજરાન કઇ રીતે ચલાવવુ તે પણ સમજાતુ નથી. આવી પરિસ્થિતમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં હીરાના વેપાર સાથે જોડાયેલા એક યુવાન પાસે પોતાની પત્નીની પ્રસૂતિ માટે પણ રૂપિયા ન હોવાને કારણે આવેશમાં આવીને આપઘાત કરી લીધો છે. જેનાથી આખા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરનાં વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાનાં વેપાર સાથે જોડાયેલો યુવાન ઇર્શાદ રફીક જમાદારે કોરોના મહામારીને કારણે બેકાર બન્યો હતો. આ યુવાનને એક પુત્ર છે અને તેની પત્ની ગર્ભવતી છે. હાલ તેની પાસે ઘર ચલાવવાનાં ફાંફા છે ત્યારે પોતાની પત્નીની પ્રસૂતિ કઇ રીતે કરાવશે તે અંગે માનસિક તણાવમાં રહેતો હતો. આર્થિક ભીંસને કારણે આ વ્યક્તિએ ગઇકાલે આવેશમાં આવીને પોતાના ઘરે છતનાં હુક પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો છે.આ પણ વાંચો - ફરી સર્જાઇ વરસાદી સિસ્ટમ, રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ સમગ્ર ઘટનાની જાણ થતા પરિવારે બૂમાબૂમ કરતા આસપાસનાં લોકો ત્યાં આવી ગયા હતા. જે બાદ તેને સારવાર માટે હૉસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ જુઓ - 

આ ઘટનાની જાણકારી પોલીસને થતા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ યુવાનનાં અંતિમ પગલાને કારણે આખા પરિવારમાં શોક છવાઇ ગયો છે. તેની પત્ની અને પુત્ર હવે એકલા થઇ ગયા છે.

આ પણ વાંચો - ગુજરાતમાં સ્થિતિ ગંભીર! સતત ચોથા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, રાજ્યમાં વધુ 13ના મોત
Published by:Kaushal Pancholi
First published:July 13, 2020, 08:37 am

टॉप स्टोरीज