સુરત : લૉકડાઉનમાં બેકાર બનેલા હોટલ માલિક અને ફ્રૂટના વેપારીએ દારૂનો ધંધો ખોલ્યો, પોલીસે ઝડપી પાડતા થયો ખુલાસો

સુરત : લૉકડાઉનમાં બેકાર બનેલા હોટલ માલિક અને ફ્રૂટના વેપારીએ દારૂનો ધંધો ખોલ્યો, પોલીસે ઝડપી પાડતા થયો ખુલાસો
પોલીસે ઝડપી પાડેલા બંને ઇસમો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે.

મૂળ સૌરાષ્ટ્રના વિસાવદર અને કાલાવાડના રહેસાવી આ શખ્સોએ સુરતમાં દારૂની હોમ ડિલિવરી શરૂ કરી હોવાનો એકરાર કર્યો

  • Share this:
કોરોના વાઇરસ ને લઈને લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતા સુરતના હોટલ માલિક એ મિત્ર સાથે દારૂનો વેપાર શરુ કર્યો હતો. જોકે ગતરોજ દારૂ લઈને આવતા આ બંને મિત્રોને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે ઝડપેલા બંને શખ્સો સૌરાષ્ટ્રના વતની છે અને સુરતમાં વ્યાપાર માટે આવ્યા હતા. લૉકડાઉનમાં પોતાના ધંધા ઠપ થતા તેમણે દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની કેફિયત આપી હતી.

કોરોના વાઇરસને લઈને ચાલેલા લાંબા લોકડાઉનમાં અનેક લોકોની હાલત બગડી ગઈ છે અને હાલમાં પણ તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે તો પણ વેપાર ઉધોગ ચાલતા નથી. ત્યારે પોતાના પરિવાર ગુજરાન ચલાવું મુશ્કેલ બનતા કેટલાક લોકો હાલમાં જે વસ્તુની બજારમાં માંગ છે તેવો વેપાર કરી રહ્યા છે.ત્યારે ગતરોજ સુરત સરથાણા પોલીસે  હરેકૃષ્ણ એક્ષપોર્ટની સામે માન્ય રેસીડન્સી પાસે રોડ પરથી પસાર થતી કાર ( નં. જીજે-05-સીએન-6298 ) ને અટકાવી જડતી લેતા તેમાંથી રૃ.30,600 ની કિંમતની વ્હીસ્કીની 45 બોટલ મળી આવી હતી.

આ પણ વાંચો :  સુરત : દારૂના ધંધાની અદાવતમાં નામચીન બૂટલેગર કાળુની ઘાતકી હત્યા, વિચલિત કરતા CCTV સામે આવ્યા

પોલીસે કારચાલક અને તેના સાથે બેસેલ મિત્ર ની ધરપકડ કરી હતી જોકે ગાડી ચલાવતા યુવક ની પોલીસે વધુ પૂછપરછ કરતા પોતે મૂળ રહે. ભલગામ, તા.વિસાવદર, જી.જુનાગઢ અને હાલમાં સ્નેહ સમૃધ્ધિ બંગ્લોઝ, ચીકુવાડી, કાપોદ્રા ખાતે રહે છે અને ફ્રૂટનો વેપાર કરી પરિવારનું ગુજરાત ચાલવતો હોવાનું અને પોતાનું નામ આયુષ રાજુભાઇ વાવૈયા હોવાનું જણાવ્યું હતું.

સાથે રહેલ તેનો મિત્ર મુળ રહે. ખરહડી, તા. કાલાવડ, જી. જામનગર અને હાલમાં  ઠાકોરદ્વાર સોસાયટી, વ્રજચોક, સરથાણા ખાતે  રહે છે  નાનકડી હોટલના માલિક  છે. જે હોટલ ચલાવી પરિવાર ગુજરાત ચાલવતા ભાઈનું નામઘેલાભાઇ ઉર્ફે ઘનશ્યામ રવજીભાઇ ગજેરા જણાવ્યું હતું.  જોકે લોકડાઉન વચ્ચે બંનેવ જણનો વેપાર ઠપ થઇ જતાબંનેએ દારૂનો ધંધો શરૂ કર્યો હતો.

આ પણ વાંચો :   અમદાવાદ : 'તું પોલીસવાળો છે તો શું થઈ ગયું, અમે રોડ વચ્ચે જ ચલાવીશું', માથાકૂટ કરી બે શખ્સો ફરાર

તેઓ નવસારીના સપ્લાયર સૂચિત પાસેથી દારૃ લાવી હોમ ડિલિવરી કરતા હતા. પોલીસે સુચિતને વોન્ટેડ જાહેર કરી આ બંનેવ ઇસમોનીઓ ની ધરપકડ કરી તેમની પાસેથી દારૃ, કાર, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૃ.1,19,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Published by:News18 Gujarati
First published:June 07, 2020, 12:42 pm

ટૉપ ન્યૂઝ