surat news: સુરતના ડિંડોલી (surat dindoli area) વિસ્તારમાં સંતોષ પાર્ક સોસાયટીની બહાર બુધવારે રાત્રે એક કાર બેફામ ગતિએ દોડી આવીના ડિવાઈડર (car accident) સાથે ધડાકાભેર અથડાઈ હતી.
સુરતઃ સુરતના (surat) ડિંડોલી (Dindoli) સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારની રાત્રે એક કાર જોરદાર ધડાકા સાથે ડિવાઈડરમાં (car accident) અથડાઇ હતી. કાર ચાલક યુવરાજ દેવેન્દ્રસિંહ રાણાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું સીસીટીવી ફુટેજ (cctv footage) સામે આવ્યો છે. જો કે કાર ચાલક યુવકનું (car driver died) ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ દોડી આવી આ યુવકના મૃતદેહ ભારી જેમહદ બાદ જ ગાડીની બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટના અંગે વાત કરીએ તો સુરતમાં સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલા અકસ્માત ને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં સંતોષ પાર્ક સોસાયટીની બહાર બુધવારે રાત્રે એક કાર બેફામ ગતિએ દોડી આવીના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જોકે ગાડીને અકસ્માત ને એટલો મોટો અવાજ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે એક ગાડીમાં ફસાયો હતો જોકે ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ યુવકને બહાર કાઢવામાં સફળતા તો મળી ત્યારે પહેલા યુવકનું મોત નીપજ્યું હતું.
ભરૂચ ખાતેથી થોડા સમય પહેલાં જ પરિવાર સાથે સુરત રહેવા આવેલા યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા પોતાની ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બેફામ ગતિને લઈને કાઢીને સ્પેલિંગ પરનું નિયંત્રણ ગુમાવી બેસતા આ ગાડીનો અકસ્માત થયો મુકેશ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.
સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કર્યો છે અંદર યુવક રેડીમેડ ગારમેન્ટ નો વેપાર કરતો હતો અને ભરૂચ ખાતેથી થોડા સમય પહેલાં જ પરિવાર સાથે સુરત ખાતે રહેવા આવ્યો હતો. જોકે આ યુવકના અકસ્માતને લઈને થયેલા મોતને લઈને આ યુવકનું પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે બેકાબુ કાર થવા અન્ય વાહનોના અકસ્માતો છાસવારે બનતા રહે છે. ત્યારે સુરતમાં બેકાબુ કાર જે રીતે ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર