સુરત : માસીના ઘરે રોકાવા ગયેલી સગીરાની માસાએ છેડતી કરી! ઉંઘમાં કર્યા અડપલાં

સુરત : માસીના ઘરે રોકાવા ગયેલી સગીરાની માસાએ છેડતી કરી! ઉંઘમાં કર્યા અડપલાં
આ મામલે સુરતના લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

શર્મજનક ઘટના, માસાએ દીકરી સમાન ભાણીનું શિયળ લૂંટવાનો કર્યો પ્રયાસ, ઉંઘમાં જ સગીરાને અજુગતું મહેસૂસ થતા આંખ ઉંઘાડી અને ચોંકી ગઈ

  • Share this:
સુરતમાં (Surat) ફાઈ એક વાર માનવતાને શર્મશાર સાર કરતી ઘટના સામે આવી છે પોતાની માતા સાથે સગીરાને સગી માસીને ત્યાં જવું ભારે પડ્યું છે.  રાત્રી દરમિયાન માસાએ સગીરા સાથે દુસ્કર્મના ઇરાદે શારીરિક છેડતી કરી હતી. સગીરા તેના રૂમમાં ઊંઘી રહી હતી ત્યારે રાત્રિના સમયે માસાએ તેના વસ્ત્રમાં હાથ નાંખી અને અડપલાં કરવા જતા સગીરા જાગી ગઈ હતી. જોકે ગભરાયેલી સગીરાએ માસાને ધક્કો મારી અને સીધી તેની માતાને જાણ કરી હતી.

સુરત માં સતત ગુનાખોરી વધી રહી છે.  તેમાં પણ મહિલા સાથે છેડછાડ અને દષ્કર્મની સતત ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે એક સગીરાને માતા સાથે પોતાન માસીને ત્યાં જવું ભારે પડ્યું છે. પોતાની માતા સાથે બે દિવસ પહેલાં એક સગીરા લીબાયત ખાતે રહેતી તેની માસીના ઘરે માતા સાથે ગઈ હતી.આ પણ વાંચો : સુરત : સગીરાનું અપહરણ કરી નેપાળમાં ગુજાર્યો હતો બળાત્કાર, કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ત્યાં બીજી રૂમમાં રાત પડતા સુઈ ગઈ હતી ત્યારે આ સગીરાના નરાધમ માંસા રાત્રે આવ્યા હતા અને સગીરા પર દાનત બગાડી તેની સાથે દુસ્કર્મ કરવાના ઇરાદે તેની શારીરિક છેડછાડ કરવા લાગ્યા હતા. જોકે આ સમયે સગીરાની ઉંઘ ઉડી જતા તેને માસાની  આ વાતનો વિરોધ કર્યો હતો. જોકે સગીરા સાથે માસાએ બાદ જબદસ્તી કરતા સગીરા ત્યાંથી ભાગીને પોતાની માતા પાસે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણકારી માતાને આપી હતી જેને લઈને સગીરા અને તેની માતાએ માસા વિરુદ્ધ તાત્કાલિક લીબાયત પોલીસ મથકે દોડી જઈનેફરિયાદ નોધાવી હતી.

આ મામલે એસીપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું કે એક માતાએ પોતાની દીકરી સાથે છેડતી થયાની ફરિયાદ લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. આ ફરિયાદ મુજબ તે સગીરા અને માતા સાથે માસીના ઘરે રોકાવા ગઈ હતી.જ્યાં રાત્રે તે એક રૂમમાં ઊંઘી રહી હતી ત્યારે તેના માસાએ આવી અને તેના વસ્ત્રોમાં હાથ નાખી અને અડપલાં કર્યા હતા. આ તબક્કે સગીરા જાગી જતા તે ધક્કો મારી અને ભાગી હતી અને માતાને જાણ કરી હતી

આ પણ વાંચો :  સુરત : મહિલાઓને પ્રેગનન્સી રહે તેવી કીટ વેચી કરતા હતા છેતરપિંડી, જમાદારની 'હત્યા'નો કર્યો પ્રયાસ

ચૌધરીએ ઉમેર્યુ કે આ માતા અને દીકરી લીંબાયતના છત્રપતિ શિવાજી નગર ખાતે જે સંબંધીને ત્યા ગયા હતા તેમની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:November 23, 2020, 19:50 pm