Home /News /south-gujarat /

સુરતમાં કાકાએ જ ભત્રીજાનું કર્યું અપહરણ, માંગી રૂ. 50 હજારની ખંડણી

સુરતમાં કાકાએ જ ભત્રીજાનું કર્યું અપહરણ, માંગી રૂ. 50 હજારની ખંડણી

પ્રતિકાત્મક તસવીર

પોલીસની પૂછપરછ વધતા આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાળકને બીનવારસી છોડીને ફરાર થયો હતો.

    કિર્તેશ પટેલ, સુરત

    સુરત: શહેરનાં વરાછામાં રહેતા 6 વર્ષનાં બાળકનું તેના કાકએ જ અપહરણ કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસની પૂછપરછ વધતા આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાળકને બીનવારસી છોડીને ફરાર થયો હતો. ત્યાં બાળક મળતાં પોલીસે વરાછા પોલીસનો સંપર્ક કરી જણાવ્યું હતું. બાદમાં વરાછા પોલીસે અમદાવાદ જઈને બાળકનો કબ્જો મેળવ્યો હતો.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં બજરંગનગરમાં રાજુ મુજાણી પત્ની હેતલબેન અને બે દીકરાઓ જય અને જેનીલ સાથે રહે છે. રાજુ આરી ભરતનું કામ કરીને ઘર ચલાવે છે. તેના ઘરની બાજુમાં જ મોટા ભાઈ ભરત (38 વર્ષ) ભાડેથી રહે છે. ભરત કોઈ કામ ધંધો કરતો નથી અને દારૂ પીવાની કુટેવ છે. તેનો ઇતિહાસ પણ ગુનાહીત રહેલો છે. તે ચોરીના કેસમાં સાડા સાત વર્ષ જેલમાં રહી ચુક્યો છે.

    જુઓ: અમદાવાદ: પત્નીની છેડતીનો બદલો લેવા લીધો માસૂમનો જીવ

    ઉત્તરાયણ પહેલા 11મી તારીખે કાકા ભરત જયને પીપુડી લેવા માટે સાથે લઈ ગયો હતો. જે પછી પાછો આવ્યો ન હતો. પરિવારે બંન્નેને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તેઓ મળ્યા ન હતાં. બંનેના ગુમ થવા અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

    આ પણ વાંચો: અલ્પેશના જામીન રદ, હાર્દિકે કહ્યું, 'સારામા સારો વકીલ રોકી આગળ પગલાં લેશું'

    13મી તારીખે ભરતે તેના બનેવી સંજય પ્રેમજી મકવાણાને ફોન કરીને જણાવ્યું હતું કે જય તેની પાસે છે. જો 50 હજાર રૂપિયા નહીં અપો તો જયનું ગળું દબાવી દેશે. ત્યાર બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ભરત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીને શોધવા માટેનાં પ્રયાસો શરૂ કર્યા એટલે આરોપી ભરત જયને અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં છોડીને નાસી ગયો હતો. બાળક બીનવારસી મળતાં નિકોલ પોલીસે બાળકને પોતાની પાસે રાખ્યો હતો. બાળકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તે સુરતનો છે. જે પછી નિકોલ પોલીસે સુરત પોલીસને તેની જાણ કરી હતી.
    First published:

    Tags: Kidnapping, ગુજરાત, ગુનો, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन